પ્રજાસત્તાક પર્વે ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજ વંદન

ગાંધીનગર:૭૩માં પ્રજાસત્તાક પર્વના (Republicday) સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં (Celebration) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કોવિડ પ્રોટોકોલ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. તિરંગાને સલામી આપી ગીર સોમનાથથી સમગ્ર રાજ્યના પ્રજાજનોને ૭૩માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો ત્યારે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વાયુદળના હેલિકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં વિવિધ પ્લાટુનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરષ્કાર-૨૦૨૨ વિજેતા અને શારીરિક અક્ષમતા છતા યોગાસનમાં મહારત હાંસલ કરનાર ગુજરાતની દિકરી સુશ્રી અન્વી ઝાંઝરૂકીયાનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

  • મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરષ્કાર વિજેતા સૂરતની દિકરી અન્વી ઝાંઝરૂકીયા અને કરુણા અભિયાનના સેવારત કર્મયોગીઓનું સન્માન કર્યુ
  • રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વાયુદળના હેલિકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી

પરેડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્લાટુનમાં પ્રથમ ક્રમે ગુજરાત જેલ પોલીસ પ્લાટુન, દ્વિતીય ક્ર્મે ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન અને ત્રીજા ક્રમે જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન અને પેરા મીલીટ્રી કેટેગરીમાં રેપીડ એક્શન ફોર્સના પ્લાટુન કમાન્ડરને ટ્રોફી એનાયત કરી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વેટરનરી ડૉ.પાર્થકુમાર મહેતા, પ્રકૃતિ નેચર ક્લબના યોગેશ ચુડાસમા, આગાખાન એજન્સી ફોર હેબીટાટ, ચિત્રાવડના અરવિંદ ભગવાનભાઇ મેર, વોલન્ટીયર સુરેશ બચુભાઇ બાખલખીયા અને નિતિન હરેશભાઇ રામનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતું.

Most Popular

To Top