Gujarat

રેમડેસિવિરના કાળા બજાર કરતા 4 ઝડપાયા : સસ્તામાં મેળવી 40 હજારમાં વેચવાનો પ્લાન હતો

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અસરકારક સાબિત થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર વધી રહ્યા છે. શહેરના રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરની રામોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા શશાંક જયસ્વાલ, નીલ જયસ્વાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ માણવરની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રેમડેસિવિરના ચાર ઇન્જેક્શન જપ્ત કર્યા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરતાં પ્રશાંત અને શશાંકે હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા અને બંને 26000માં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. વિકાસ અને પ્રવીણ 26 હજારની ઉપર પોતાની રકમ નક્કી કરી 3૦ થી 4૦ હજારમાં આ ઇંજેક્શન વેચવાની ફિરાકમાં હતા પોલીસે ધરપકડ કરી હતી.

Most Popular

To Top