Comments

એક જમાનાથી આગળ બળવાખોર ક્રિકેટર

અખબારના કટારલેખકોને સામાન્ય રીતે પોતાના શબ્દો પસંદ કરવાની આઝાદી હોય છે પણ તેમના લખાણનાં મથાળાં નહીં. અખબારનાં કર્મચારીઓ સામાન્ય રીતે મથાળાં પસંદ કરતાં હોય છે જેઓ પોતાના વાચકને શું આકર્ષી શકશે તેનું જ્ઞાન ધરાવતા હોવાનો ખૂમાધિકાર માનતા હય છે. ઘણી વાર તેમને તે સૂઝ હોય પણ છે. અખબારો માટે હું 40 વર્ષથી લખું છું તેમાં મને જે મથાળું સૌથી વધુ ગમ્યું હતું તે હવે બંધ થયેલા અખબાર સન્ડે ઓબ્ઝર્વરએ એક સબ એડિટરે આપ્યું હતું. બ્લેક ઇઝ બાઉન્ટી ફુલ યાને શ્યામ પ્રચુરતા. સી.એલ.આર. જેમ્સનું લંડનમાં 88 વર્ષની વયે અવસાન થયું ત્યાર પછી એટલે કે જૂન 1989માં આ લેખ છપાયો હતો. મેં એ લેખ રસપૂર્વક વાંચ્યો હતો. તે પછી તાજેતરમાં એક અમેરિકી ઇતિહાસકાર પોલ બુલ લિખિત જીવનચરિત્ર વાંચ્યું હતું. જેમ્સનાં કાર્યોના મોટા ભાગનાં ભારતીય પ્રશંસકોની જેમ મને પણ તેમના વિશે તેમના ક્રિકેટના સામાજિક ઇતિહાસ બિયોન્ડ અ બાઉન્ડરી માંથી ખબર પડી હતી.

મેં આ પુસ્તક પહેલાં મારી કોલેજ લાઇબ્રેરીમાંથી મેળવી વાંચ્યું હતું અને પછી 1978ના ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાયેલા બીજા દિવસે પુસ્તક મેળામાંથી ચાર રૂપિયાની માતબર કિંમતે ખરીદ્યું હતું. ભલે તે આ પુસ્તકની પહેલી આવૃત્તિ ન હતી પણ મેં ત્યારથી આ પુસ્તકની નકલ સાચવી રાખી છે. મને તે પુસ્તકનું મૂલ્ય ઘણું છે. જેમ્સ એક ક્રિકેટલેખક કરતાં ઘણો વધારે હતો. સામાજિક ઇતિહાસકાર તરીકે તે ખૂબ ચડિયાતો હતો. ફ્રેંચ ક્રાંતિ પછી થોડા જ સમયમાં હૈતીમાં ગુલામોએ બળવો કર્યો હતો તેના વિશે તેણે એક નોંધપાત્ર પુસ્તક લખ્યું હતું. ત્રિનિદાદમાં જન્મેલા જેમ્સે અમેરિકામાં સક્રિય માર્કસ્‌વાદી તરીકે વર્ષો ગાળ્યાં હતાં. પછી બ્રિટનમાં રહ્યો અને પછી આફ્રિકાના મુકિતસંગ્રામનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો.

મેં જેમ્સ અને જેમ્સ વિશે પાંચ દાયકા ખૂબ ઊંડું વાચન કર્યું છે. જેમ્સના જીવનના અમેરિકાના તબક્કા વિશે પોલ બ્રાન લિખિત જીવનચરિત્ર ખૂબ ઊંડું પણ લેખકના રાષ્ટ્રીયતાના સંદર્ભમાં નબળું. જેમ્સના વારસા વિશે વ્યવસાયી વિદ્વાનો દ્વારા સંસ્થાન સમયગાળા પછીના ‘આલોચક’ તરીકેના શ્રેણીબદ્ધ લેખો અને પુસ્તકો મિશ્ર લાગણી સાથે વાંચ્યાં છે. ફારૂખ ઘૂંડીએ પણ તેમના ભારતીય પુસ્તકમાં જીવનચરિત્રને નામે જેમ્સની વૃદ્ધાવસ્થાનાં સંસ્મરણો જ ઠપકાર્યાં છે. જેમ્સ તેની અંગત જિંદગી અને વિશાળ જાહેર પ્રવૃત્તિની સમૃદ્ધિને પૂરો ન્યાય આપી શકે તેવા જીવનચરિત્ર લેખકને પાત્ર છે. અલબત્ત તેઓ એક લેખક તેને કાર્ડિફનો જાગૃત વિલિયમ્સ મળ્યો હતો. ‘સી.એલ.આર. જેમ્સ: અ લાઇફ બીયોન્ડ ધ બાઉન્ડરીઝ’માં જેમ્સ વિશેના સાહિત્યનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. જેઓ જેમ્સને જાણતા હતા. તેમની ઊંડી મુલાકાત લીધી છે અને ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ઊંડું સંશોધન કર્યું છે.

અલબત્ત વિલિયમ્સે જેમ્સને કેન્દ્રમાં રાખી અન્ય પાત્રોના મહત્ત્વને પણ સજાગ રાખ્યું છે. ત્રિનિદાદમાં તેના જુવાનીના મિત્રો, પ્રેમિકાઓ અને પત્નીઓ, તેના રાજકીય સાથીદારો અને વિરોધીઓને ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી પણ શોધી તેના સંવેદનશીલ શબ ચિત્રો બનાવ્યાં છે. જેમ્સના સાથી ક્રિકેટર લીઅરી કોન્સ્ટાનઇન, ક્રાંતિકારી લ્યોં ટ્રોટસ્કી અને ત્રિનિદાદના રાજકારણી એરિક વિલિયમ્સ સાથેના સંબંધોનું આલેખન સંવેદન અને અધિકૃતતા સાથે થયું છે. વિલિયમ્સ હેમ્સ પ્રત્યે આ પુસ્તકમાં સંવેદનશીલ છે પણ જેમ્સના અમેરિકામાંનાં ડાબેરી વર્તુળો પ્રત્યે થોડો આકળો પણ થયો છે. આકર્ષક યુવતીઓ પ્રત્યેની જેમ્સની આસકિત બાબત પણ વિલિયમ્સ નિખાલસ રહ્યો છે. પોતાના વર્ણનમાં વિલિયમ્સ જેમ્સના અને તેના વિશેના ટાંકવા જેવાં અનેક અવતરણ પૂરાં પાડે છે.

જેમ્સ એક સરસ લેખક તો ખરો જ, પણ તેનાથી વધુ સારો વકતા હતો. તેની એક ભૂતપૂર્વ બ્રિટિશ પ્રેમિકાએ 1930ના દાયકાના ઉત્તરાર્ધના લંડનના એક સામ્યવાદી વર્તુળ વિશે લખ્યું હતું તેમાં સામાન્ય રીતે વાતચીત પર કોઇનો ઇશારો નથી અને પોતે એકહથ્થુવાદ સ્થાપવા જાય તો અન્ય લોકો ચીડાય પણ અહીં તો જેમ્સે સૌના મન મોહી લીધાં હતાં. પોતાના જ એક લેખક વિશે પ્રકાશક ફ્રેડરિક વોરબ્યોં લખ્યું હતું કે જેમ્સ એક ખૂબ આનંદપ્રદ અને સરળ વ્યકિતત્વ ધરાવતો હતો. છ ફૂટ ત્રણ ઇંચ ઊંચો જેમ્સ આકર્ષક હતો અને માર્કસ અને શેકસપિયરનાં અવતરણો મોહક રીતે રજૂ કરી શકતો. તેને મૂડીવાદની સુખસાહ્યબી, રસોઇ, સુંદર સ્ત્રીઓ વગેરેની આસકિત હતી અને વર્ગવિગ્રહના ઘડાયેલા એક યોદ્ધા પાસેથી અપેક્ષિત પશ્ચાત્તાપની લાગણી વગર.

અશ્વેત લોકો પ્રત્યેના અલગ દૃષ્ટિકોણની ચર્ચા કરતા જેમ્સે 1934ના માર્ચમાં લેંકેશાયરની નગરી નેલ્સનમાં કહ્યું હતું કે બ્રિટનમાં લોકોને મન નિગ્રો એટલે નાચતાં કૂદતાં અને અડધાં ગાંડાં લોકો, જયારે ફ્રાંસમાં કેબિનેટ, નૌકાદળ- ભૂમધ્ય, યુનિવર્સિટીઓ, કોલેજો વગેરેમાં નિગ્રોને સ્થાન નવ દાયકા પછી બ્રિટનને આ વાત સમજમાં આવી લાગે છે.
વિલિયમ્સે જેમ્સનાં બે પુસ્તકો પર વિશેષ ધ્યાન આપ્યું છે. બ્લેક જે કોબિન્સ વિશે તે લખે છે કે જેમ્સે હૈતીની ક્રાંતિનું આલેખન ઇતિહાસ અને ભાવિ પેઢી માટે નકશા તરીકે થાય તેવો ઇરાદો રાખ્યો છે અને ‘બીયોન્ડ એ બાઉન્ડરી’ પુસ્તકનું સર્જન કેવી રીતે થયું અને તેને કેવો આવકાર મળ્યો છે તેનું આલેખન કર્યું છે.

1953માં જેમ્સે વોરબર્ગમાં એક પત્ર લખ્યો હતો જેમાં તેણે ક્રિકેટ વિશેના અને આ રમત વિશે માત્ર તેઓ જ જાણે છે એવી માન્યતાને હચમચાવી નાંખે તેવું પુસ્તક લખવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. વિલિયમ્સ લખે છે કે આ પુસ્તકમાં આલેખનમાં ખામી છે એક વિષય પરથી બીજા વિષય પર કૂદાકૂદી કરે, કેટલુંક લખાણ સાહિત્ય કરતાં અખબારી વધુ લાગે છે. છતાં લખાણ વાચકને જકડી રાખે તેવું છે. વિલિયમ્સ આ જીવનચિત્ર સમાપન કરી રહ્યો હતો ત્યારે અમેરિકા અને અન્ય શ્યામ લોકોના મહત્ત્વ માટેની ચળવળને ‘ધ બ્લેક લાઇઝર મેટર’ જોર પકડતી અને વિલિયમ્સે લખ્યું હતું કે જેમ્સ ગોરા કાળાની સમાનતા વિશે વાત રજૂ કરવામાં અને હબસીઓની બળવાખોર વૃત્તિની વાત કરવામાં તેના સમય કરતાં વહેલો હતો પણ હવે રાજકારણીઓ પણ તેની વાત સ્વીકારે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top