surat : જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેવા વાહનો ઉપર લાખો રૂપિયાની લોન લઇને ભરપાઇ નહીં કરનાર આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.આ કેસની વિગત મુજબ, સરથાણા પોલીસે વાહનો વગર જ ડુપ્લિકેટ આરસીબુક ( duplicate rc book) તેમજ તેના આધારે વીમો ( insurance) લઇને બેંકમાંથી લોન ( bank loan) લેવાનું કૌભાંડ ( scam) પકડી પાડ્યું હતું. પોલીસે અરૂણાચલ પ્રદેશના પાર્સિંગવાળી 3 ટાટા મોટર્સ કંપનીની 3 ટ્રક ઉપર 42.75 લાની લોન મેળવી 35.04 લાખની લોન ભરવાની બાકી હતી.
બોગસ વાહનોના બોગસ ડોક્યુમેન્ટ bogus document) ઉપર વીમા પોલીસી લઇને વાહનનો ખોટી વેલ્યુએશન કરાવીને લોન લેવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી ઇર્શાદ પઠાણ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. દરમિયાન પોલીસ પકડથી બચવા માટે સરથાણા જકાતનાકા પાસે રીવર હેવન એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશભાઇ કનુભાઇ ગોંડલીયાએ આગોતરા જામીન અરજી કરી હતી.
જેની સામે સરકારી વકીલ અરવિંદ વસોયાએ દલીલો કરતા કહ્યુ કે, હાલના આરોપીની સામે કલમ-70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. મુળ ફરિયાદી દ્વારા કોર્ટમાં સોગંદનામુ કરીને આરોપીની પાસેથી 52 લાખ લેવાના બાકી હોવાનું જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ જગદીશ ગોંડલીયાના જામીન નામંજૂર કર્યા હતા. કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું હતું કે, જ્યારે આરોપીએ ખોટા દસ્તાવેજો રજૂ કરી મોટો આર્થિક લાભ મેળવ્યો હોવાથી તેનો પ્રથમ દર્શનીય ગુનાહિત ઇરાદો જણાય છે અને તેઓને પેરીટીનો લાભ આપી શકાય નહીં. અસ્તિત્વ ધરાવતા ન હોય તેવા વાહનની આરસી બુક અને વીમા પોલિસી કેવી રીતે બનાવવામાં આવી તેની પણ તપાસ થવી જરૂરી છે. અન્ય આરોપીઓને પણ પકડવાના બાકી છે ત્યારે આરોપીના જામીન મંજૂર કરી શકાય નહીં