Business

RBIએ વધારી ટ્રાન્ઝેક્શન લિમિટ, UPI યુઝર્સ હવે 5 લાખ સુધીનું ઓનલાઇન પેમેન્ટ કરી શકશે

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ UPI યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. RBIએ સ્વાસ્થ્ય સંભાળ અને શિક્ષણ માટે UPIના ઉપયોગ પર મોટી રાહત આપી છે. હેલ્થ કેર અને એજ્યુકેશન પેમેન્ટ માટે UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 રૂપિયા કરવામાં આવી છે. બીજી તરફ, કેટલાક અન્ય વ્યવહારો માટે ચૂકવણીની મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા જ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે UPI ચુકવણી મર્યાદા વર્તમાન 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિની બેઠક દરમિયાન UPIની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને ક્રેડિટ કાર્ડ રિપેમેન્ટ માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનથી વધારીને 1 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની દરખાસ્ત પણ કરી છે. આરબીઆઈનું કહેવું છે કે આ સાથે લોકો યુપીઆઈનો વધુ ઉપયોગ કરશે.

રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહિ
જો કે રિઝર્વ બેન્કે મોનેટરી પોલિસીમાં રેપો રેટ અને અન્ય પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે, લોન EMI પર કોઈ રાહત નહીં મળે. RBIની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી બેંકોને સમાન દરે લોન મળતી રહેશે. આ સતત ચોથી વખત છે જ્યારે રિઝર્વ બેંકે તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) એ ભારતમાં રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કોઈપણ બેંકમાંથી બીજી બેંકમાં ત્વરિત વ્યવહાર કરવાની મંજૂરી આપે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને તેણે લોકોની નાણાંની લેવડ-દેવડ કરવાની રીત બદલી નાખી છે. તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી કોઈપણ UPI એપની મદદથી આઈડી બનાવી શકો છો. એકવાર UPI ID બની જાય પછી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો.

Most Popular

To Top