૧૯૪૭માં જ્યારે આઝાદી મળી ત્યારે અમે ગુજરાતી શાળા નંબર એકમાં ભણતા હતાં. એ વખતે દરેક વિદ્યાર્થીને મીઠાઈનું પૅકેટ અને નવી બે આની આપ્યા હતાં. અમારા નાના બાળકોમાં તો એને માટે અનન્ય આનંદ અને ઉત્સાહ હતો. આખા શહેરમાં અને દેશમાં બધે જ મીઠાઇ વેહેંચાઈ હતી. યાદ રહે, વેચાઈ નહીં પણ વિના મુલ્યે વહેંચાયેલી હતી. હવે આજની સરકાર રાષ્ટ્રધ્વજને વેચીને ધંધો કરવા નીકળી છે. અને જાણવા મળે છે તે મુજબ રાષ્ટ્રધ્વજ 20 થી 25 રૂપિયા નો એક લેખે દરેક જણને વેચાશે.
રાષ્ટ્રધ્વજ વેચીને એ કમાણી નું શું કરવાના છે એનો તો ઉલ્લેખ છે જ નહીં. ખરું જોતા જો સરકાર ઘરેઘર રાષ્ટ્રધ્વજ લહેરાવતા માંગતી હોય તો એણે આ રાષ્ટ્રધ્વજ જનતાને વિનામૂલ્યે આપવો જોઈએ. અને રાષ્ટ્ર ધ્વજના ગૌરવને વધારવું જોઈએ. સરકારને અને વિપક્ષોને વિનંતી કે જો રાષ્ટ્ર ધ્વજ વિનામૂલ્યે સમાજસેવકો અને ધારાસભ્યો, મ્યુનિસીપલ સભ્યો દ્વારા જનતાને ઘરે ઘરે વહેંચાશે તો આપની શાન પણ વધશે રાષ્ટ્ર ધ્વજનું ગૌરવ વધશે અને લોકોમાં પણ ઉત્સાહ જાગૃત થશે. જનતા પણ આ માટે પ્રચંડ લોકમત ઉભો કરે.
સુરત – રોહિત મારફતિઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.