SURAT : વરાછા ( varacha) માં સોસાયટીમાં જ રહેતી એક યુવકે સોસાયટીમાં જ રહેતી સગીરાને મળવા માટે બોલાવીને તેના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાઇરલ ( photo viral) કરવાની ધમકી આપીને ત્રણ વર્ષ પહેલા બળાત્કાર ( rape) ગુજારાયો હતો જે અંગે વરાછા પોલીસે ગુનો નોંધીને મોબાઇલના વેપારીની ધરપકડ પણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં એ કે રોડ ઉપર આવેલ શિવાંજલી સોસાયટીમાં રહેતા દર્શક દિનેશભાઇ ભંડારી મોબાઇલની દુકાન ધરાવે છે. ત્રણ વર્ષ પહેલા તેના ઘરની નજીકમાં જ રહેતી એક યુવતી સાથે તેની આંખ મળી હતી. દર્શકે આ યુવતીને મળવા માટે બોલાવી હતી. એકાંતના સમયે બંને સાથે હોય તેવા ફોટા મોબાઇલમાં પાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફોટાનો લાભ લઇને દર્શકે સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. વારંવાર બ્લેકમેઇલ કરીને સગીરા સાથે બળાત્કાર ગુજારાયો હતો. દર્શકનો ત્રાસ અતિશય વધી જતાં સગીરાએ પોતાના ઘરે જાણ કરી હતી. બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. સાથે જ મોબાઇલની દુકાન ધરાવતા વેપારી દર્શકની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આગામી સમયમાં આ મામલે પણ કોઈને જાણ કરશે તો તેણીને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જોકે આખરે કિશોરીએ આ મામલે પરિવારના સભ્યોને વાત કરતાં પરિવારે તેને હિંમત આપતા કિશોરી એ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દર્શક દિનેશ ભંડારી સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.