SURAT

ભાઈ જેલમાં ગયો અને બહેન જેના ઘરમાં રહેતી હતી તે યુવકે સગીરાની સાથે રેપ કર્યો

સુરત: લિંબાયતમાં રહેતી એક સગીરાનો ભાઇ (Brother) જેલમાં (Jail) ગયા બાદ આ સગીરા જે ઘરમાં રહેતી હતી તેના પતિએ જ સગીરાને બીજા મકાનમાં લઇ જઇ તેનું મોં દબાવ્યા બાદ કપડાં કાઢી નગ્ન ફોટા પાડી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. વારંવાર આ સગીરા સાથે રેપ કરવામાં આવતાં સગીરાએ સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) સારવાર લઇ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતમાં લિંબાયતમાં ત્રણ મહિના પહેલાં જ આવેલી 15 વર્ષિય સગીરા નામે તાનીયા (નામ બદલ્યું છે) તેના ભાઇ સાથે રહેતી હતી. ત્રણ મહિના પહેલાં તાનીયાના ભાઇ રાજની સામે પોલીસમાં ગુનો નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન તાનીયા અને રાજની ફ્રેન્ડ લાજપોર જેલમાં તેને મળવા માટે ગયા હતા. દરમિયાન રાજે તેની ફ્રેન્ડ રૂબિનાને કહ્યું કે, મારી બહેનને તારી સાથે રાખજે અને જે ખર્ચ થાય તે હું બહાર આવીને આપી દઇશ. દોઢ મહિના સુધી તાનીયા રૂબિનાના ઘરે રહી હતી. ત્યારબાદ રૂબિનાએ તેના પતિ સોહેલના બીજા મકાનમાં તાનીયાને સાફસફાઇ માટે મોકલાવી હતી.

દરમિયાન સોહેલ ઉર્ફે ગુન્ડે નામના યુવકે તાનીયાનું મોં દબાવી દીધું હતું અને તેને નગ્ન કરી ફોટા પણ પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તાનીયાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત સોહેલે તાનીયાને ધમકી આપી કે, “રૂબીના કો ઈસ બારે મેં કુછ ભી બતાયા તો તેરે નંગે ફોટો સબકો દિખા દુંગા”. ત્યારબાદ છેલ્લા દોઢ મહિનાથી સોહેલ વારંવાર તાનીયાને તેના બીજા મકાનમાં બોલાવી બળાત્કાર ગુજારતો હતો. એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે પણ સોહેલે તાનીયાને ચાર-પાંચ ફોન કરીને બોલાવ્યા બાદ બળાત્કાર કર્યો હતો અને ભાગી છૂટ્યો હતો. તાનીયાને પેટમાં દુ:ખાવો થતાં તે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેણીએ રૂબિનાને પણ જાણ કરીને બોલાવી લીધી હતી. આ બનાવ અંગે તાનીયાએ સોહેલની સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top