રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના બની છે. અહીં રહેતી એક ઈન્ફ્લુએન્સરે આપઘાત કર્યો છે. રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી ‘તોફાની રાધા’ની આત્મહત્યા સમાચાર આવ્યા છે.
રાધિકા હર્ષદભાઈ ધામેચાની ઉંમર 26 વર્ષની હતી. જોકે, રાધિકાએ આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી. રાત્રીના સમયે ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
રાત્રે રાધિકાએ તેના પિતાને ફોન કરીને કહ્યું, “હું જઈ રહી છું” અને ફોન કાપી નાખ્યો. પિતા ઘરે પહોંચતાની સાથે જ તેમણે છોકરીને મૃત હાલતમાં જોઈ અને તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીના આત્મહત્યા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.
રાધિકા તાજેતરમાં જ તે ગોવા ફરવા માટે ગઈ હતી. રાધિકાએ આત્મહત્યા પહેલા તેના પિતાને ફોન કર્યો હતો. પિતાને ફોન કરીને કહ્યું ‘ હું જાવ છું’. જો કે, તેમના પિતા ત્યાં પહોચે તે પહેલા જ રાધિકાએ આત્મહત્યા કરી લીધી હતી.

જો કે, અચાનક રાધિકાએ આ પગલું કેમ ભર્યું તે પણ ચર્ચાનો વિષય છે. પોતાના પરિવારથી અલગ રહેતી રાધિકાના પગલાથી સૌ કોઈ ચોંકી ગયા છે. તો બીજી તરફ 26 વર્ષીય પુત્રીની વિદાઈથી પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે.