રાજકોટ જિલ્લાના ઉપલેટામાં (Upleta Blast) કરૂણ ઘટના બની છે. ઉપલેટાના ભંગાર બજારમાં (Upleta Bhangar Bazar Blast Death) સવારે એક ધડાકો થયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિનાં સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ગેસની બોટલ ફાટવાના લીધે ઠેરઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે, જે મકાનમાં બલાસ્ટ થયો હતો તેના નળિયા ઊડીને દૂર ફેંકાયા હતા. તાત્કાલિક પોલીસ અને ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બનાવની વિગતો એવી છે ઉપલેટાની જૂની કટલેરી બજાર (Upleta old Cutlery and garbage Market Blast Updates) અને ભંગાર બજારમાં ભંગારના વંડા કાર્યરત છે. અહીં સુરક્ષા વગર જૂના ભંગાર તોડવાની કામગીરી ચાલે છે. દરમિયાન આજે વહેલી સવારે અહીં એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ડરના માર્યા લોકો દૂર ભાગી ગયા હતા.
ગીચ બજારમાં ધડાકો થયા બાદ ઉપલેટા ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી ગઈ હતી. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મૃતક ભંગારના આ વર્કશોપમાં જ કામ કરતા હોવાનું અનુમાન છે. જોકે, બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે ભંગારના ચીથરા દૂર દૂર સુધી ફંગોળાયા હતા.
જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં ઉપરના નળિયા ઉડીને પણ ફેંકાઈ ગયા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ ગેસની બોટલ અને ફ્રીજના કમ્પ્રેસરમાં થયેલા બ્લાસ્ટના કારણે આ ઘટના ઘટી છે પરંતુ ઘટના અંગે વધુ વિગતો ફોરેન્સિક તપાસ થાય તો જ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ફ્રીજના કમ્પ્રેસરમાં ગેસ ભરેલો હોય છે અને આ ગેસ જોખમી પણ સાબિત થઈ શકે છે તેવામાં આ પ્રકારના ભંગારના વાડાઓ અસુરક્ષિત રીતે ચાલતા હોઈ આજે બે નિર્દોષ વ્યક્તિના જીવ હોમાઈ ગયા છે ત્યારે તંત્ર આગામી સયમમાં શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.