Gujarat Main

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનીએ પરીક્ષાના ડરથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટ: ગુજરાતમાં (Gujarat) હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Board exam) ચાલી રહી છે. પરંતુ બોર્ડની પરીક્ષાના ડરના કારણે ઘણા વિદ્યાર્થીઓ મોતને (Death) ભેટી રહ્યા છે. રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ પરીક્ષાના પહેલા જ દિવસે નાપાસ (Fail) થવાના ડરના (Fear) કારણે ઝેરી દવા (poisonous) ગટગટાવી લીધી હતી. તો બીજી તરફ 2 દિવસ પહેલાં કોલેજની વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી જીવન ટૂંકાવ્યું હતું. આ અગાઉ પણ ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરીક્ષાનું પેપર ખરાબ જતાં બાથરૂમમાં જઈ અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

રાજ્યમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાના ટેન્શનના કારણે વિદ્યાર્થીઓ જિંદગી ટૂંકાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં બોર્ડમાં નાપાસ થવાના ડરથી આપઘાતની કરી લેવાની ઘટના ફરી એકવાર બની છે. રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે જ પેપર ખરાબ જવાના ડરથી ઝેરી દવા પી લેતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસની પ્રથમિક તપાસમાં વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાના પ્રથમ દિવસે ઝેરી દવા પીધા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ધોરણ 12ની વિદ્યાર્થીઓના પેપર તા.28 માર્ચથી શરૂ થયા હતા. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની પરીક્ષા પણ તા.28થી ચાલુ થઈ હતી અને તે પહેલું પેપર આપવા જવા માટે ઉઠી પણ હતી, પરંતુ પરીક્ષામાં નાપાસ થઈ જશે તેવા ડરથી તેણે પરીક્ષા આપ જવાના પહેલા જ વહેલી સવારે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ તેણે તેના પપ્પાને કહ્યું હતું કે મેં ઝેરી દવા પી લીધી છે. ત્યાર બાદ પરિવારે સગીરાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં 10 દિવસની સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. વિદ્યાર્થીની એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સગીરાના આ પગલાંથી પરિવાર પર આભ તૂટી પડ્યો છે.

આ અગાઉ પણ રાજકોટમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં જઈને પેટ્રોલ છાંટી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં સામે આવી હતું. આ સાથે જ રાજકોટ શહેરમાં 2 દિવસ પહેલાં કોલેજિયન યુવતીએ પરીક્ષામાં પેપર નબળું જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બી,કોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું પેપર ખરાબ જતાં ઘરે આવી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. 

Most Popular

To Top