Entertainment

સની દેઓલની ગદર-2 પર રજનીકાંતની જેલર મૂવી ભારે પડી, દુનિયાભરમાં કરી કરોડોની કમાણી

નવી દિલ્હી: સની દેઓલની (SunnyDeol) ગદર-2 (Gadar2) મૂવી થિયેટરોમાં ખૂબ ચાલી રહી છે. 9 જ દિવસમાં આ ફિલ્મ બોલિવુડની (Bollywood) ઓલટાઈમ હિટની કેટેગરીમાં સામલે થઈ ગઈ છે. ગદર-2 મુવીએ ભારતમાં 300 કરોડની રેકોર્ડ કમાણી કરી લીધી છે. ચારેતરફ ગદર-2ની ચર્ચા થઈ રહી છે.

જોકે, તમને જાણીને આશ્ચર્ય થશે કે 300 કરોડની કમાણી કરવા છતાં સની દેઓલની ગદર-2 રજનીકાંતની જેલર સામેની રેસમાં હારી ગઈ છે. રજનીકાંતની (RajniKanth) જેલર (Jailer) મુવીએ વર્લ્ડ વાઈડ ગદર-2 કરતા વધુ કમાણી કરી છે. જે વિશ્વભરમાં રજનીકાંતની લોકપ્રિયતાની સાબિતી આપે છે.

ખરેખર ભારતમાં ગદર-2એ 300 કરોડથી વધારે કમાણી કરી છે, પરંતુ હજુ સુધી સની દેઓલની ગદર-2 મુવીએ વર્લ્ડ વાઈડ 400 કરોડની આવકનો આંકડો સ્પર્શ કર્યો નથી. ત્યારે બીજી તરફ રજનીકાંતની જેલર મુવીએ ભારતમાં હજુ સુધી 300 કરોડની કમાણી કરી નથી, પરંતુ વર્લ્ડ વાઈડ તેની કમાણીનો આંકડો 400 કરોડનો પાર પહોંચી ગયો છે. આ 9 દિવસના કલેક્શનની વાત થઈ રહી છે.

બોક્સ ઓફિસ ટ્રેકરના ડેટા અનુસાર રજનીકાંતની જેલરે આઠમા દિવસે માત્ર 9 કરોડની કમાણી કરી હતી. આ સાથે ભારતમાં જેલર મુવીની કુલ આવક 235.85 કરોડ થઈ છે. જોકે વર્લ્ડ વાઈડ આ ફિલમે 426.7 કરોડની કમાણી કરી છે, જે ગદર-2ના 369 કરોડ કરતા અનેકગણી વધારે છે.

જેલર ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે 48.35 કરોડ, બીજા દિવસે 25.75 કરોડ, ત્રીજા દિવસે 34.3 કરોડ, ચોથા દિવસે 42.2 કરોડ, પાંચમા દિવસે 23.55 કરોડ, છઠ્ઠા દિવસે 36.5 કરોડ, સાતમા દિવસે 15 કરોડ અને આઠમા દિવસે 10.2 કરોડનું કલેક્શન મેળવ્યું છે. પહેલાં અઠવાડિયામાં ફિલ્મે 235.85 કરોડનું કલેકશન મેળવ્યું છે. આ ફિલ્મમાં સુપર સ્ટાર રજનીકાંત ઉપરાંત અનેક કલાકારોએ કેમિયો કર્યો છે, જેના લીધે ચાહકો ફિલ્મ જોવા મજબૂર બન્યા છે.

Most Popular

To Top