નવી દિલ્હી: ‘જય-જય શિવ શંકર કાંટા લગે ના કંકર…’ આ ગીત આજે પણ લોકપ્રીય છે. આ ગીતમાં રાજેશ ખન્ના (Rajesh Khanna) અને મુમતાઝ (Mumtaz) જેવા મળ્યા હતા. તેમજ આ ગીત ગુલમર્ગના શિવ મંદિરમાં શૂટ કરવામાં આવ્યું હતું. ત્યારે જ્યાં આ ગીતનું શૂટિંગ થયું હતું તે મંદિરમાં બુધવારે સાંજે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં મંદિરનો મોટો ભાગ બળીને ખાક થઇ ગયો હતો.
મંદિરમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઐતિહાસિક શિવ મંદિર ગુલમર્ગની મધ્યમાં વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટમાં આવેલું છે. ઇ.સ. 1974માં આવેલી ફિલ્મ ‘આપ કી કસમ’નું ગીત ‘જય જય શિવ શંકર કાંતા લગે ના કાંકર’ આ મંદિરની આસપાસ શૂટ કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના અને નુનતાઝે લીડ રોલ નીભાવ્યો હતો.
મંદિરના ઉપરના ભાગમાં મોટું નુકસાન થયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મંદિરનો ઉપરનો ભાગ લાકડાનો હોવાથી તે બળીને રાખ થઈ ગયો હતો. તેમજ સદનસીબે આ ઘટના બની ત્યારે મંદિરમાં કોઈ ન હતું. આગ લાગી તે સમયે મંદિરનો ચોકીદાર પણ મંદિર પરિસરમાં ન હતો.
આ મંદિર 1915માં બનાવવામાં આવ્યું હતું
ભગવાન શિવને સમર્પિત આ મંદિર વર્ષ 1915માં જમ્મુ અને કાશ્મીરના છેલ્લા ડોગરા શાસક મહારાજ હરિ સિંહની રાણી મોહિનીબાઈ સિસોદિયા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ કારણે તેને મોહિનેશ્વર શિવાલય અને રાણી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ હવે આમંદિરને પણ 109 વર્ષો થઇ ચૂક્યા છે.
આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરની દેખરેખ એક મુસ્લીમ પરિવાર કરતું હતું. આ મંદિર ગુલમર્ગની મધ્યમાં આવેલું છે. જેથી આ મંદિરની એક તરફ મસ્જિદ છે અને બીજી બાજુ ગુરુદ્વારા છે અને એક બાજુ ચર્ચ છે. આવી સ્થિતિમાં તમામ ધર્મના ધાર્મિક સ્થળો અહીં હાજર હોવાથી ગુલમર્ગનું આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. ‘જય-જય શિવ શંકર કાંટા લગે ના કંકર’ ગીત ફેમસ થયા બાદ અહીં બોલિવૂડ અને સાઉથની બીજી પન ઘણી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2021માં સેના દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.