Gujarat

કોરોનાકાળમાં આયકરના કેસોમાં વેપારીઓને પરેશાન નહીં કરીયે : રવિન્દ્ર કુમાર

ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર રવિન્દ્રકુમારે મંગળવારે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કેસો સહેજ ઘટયા છે. અલબત્ત કોરોનાકાળમાં આયકરના કેસોમાં પણ અમે વેપારીઓને પરેશાન નહીં કરીયે. આ મામલે ધ્યાન રાખીશું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વેપાર ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સમયસર ટેકસ ચૂકવવામાં આવે છે.

મંગળવારે અમદાવાદમાં કાર્યભાર સંભાળ્યા બાદ રવિન્દ્રકુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોના કાળમાં અમે 24 અધિકારીઓ ગુમાવ્યા છે. અમારા કામમાં પારદર્શિતા પર ધ્યાન રાખીશું, ગુજરાતમાં અમે ફેસલેશ સિસ્ટમની શરૂઆત કરી ચૂકયા છે. 2021-22ના નાણાકિય વર્ષમાં 55486 કરોડના લક્ષ્યાંક સામે 12000 કરોડના આવકવેરાની વસલાત થઈ ચૂકી છે.

ગત વર્ષે અમે 5300 કરોડનો ટેક્સ વસૂલ કર્યો હતો. ગત વર્ષે ગ્રીવન્સના 12883 કેસો આવ્યા હતા. જેમાંથી 90 કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. 30 ટકા જુના કેસો સમાધાનની પ્રકિયામાં જ પરત ખેંચાઈ ગયા છે.

Most Popular

To Top