Top News

રાજા રઘુવંશીના પરિવારે પોલીસ સામે મૂકી મોટી માંગ, આરોપી રાજ અને સોનમની મુશ્કેલીમાં વધારો

ઈન્દોરના ટ્રાન્સપોટ વેપારી રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન થયેલ હત્યાના કેસમાં, મુખ્ય આરોપી સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. રાજા રઘુવંશીના ભાઈ સચિન રઘુવંશી માને છે કે, નાર્કો ટેસ્ટથી જ તમામ હકીકત સામે આવી શકે છે, કારણકે આરોપી પોલીસને ગેરમાર્ગે દોરે તેવી શક્યતા છે.

ગયા મહિનામાં 29 વર્ષીય રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં પત્ની સોનમ રઘુવંશી(ઉ.25) અને તેના પ્રેમી રાજ કુશવાહા(ઉ.20) સાથે બીજા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસ મુજબ સોનમે તેના પતિની હત્યા કરવા તેના પ્રેમી રાજ કુશવાહા અને અન્ય ત્રણ લોકોની મદદ લીધી હતી.

રાજા રઘુવંશીના પરિવારની માંગ; નાર્કો ટેસ્ટ જરૂરી: સચિન રઘુવશીએ કહ્યું કે, તેમણે લાગે છે કે આરોપી સોનમ અને રાજ કુશવાહા પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. નાર્કો ટેસ્ટથી જ હકીકત સામે આવી શકે છે. તેમણે એ પણ લાગે છે કે આ હત્યા કેસમાં વધુ લોકો પણ સામેલ હોય શકે છે. જેમના નામ નાર્કો ટેસ્ટથી જ બહાર આવી શકે છે.પોલીસ તપાસ મુજબ સોનમ અને કુશવાહાએ હત્યાની યોજના કરી હતી. કુશવાહાએ હત્યા કરવા બીજા ત્રણ લોકોને પૈસા આપ્યાં હતા. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.

આરોપી સામે કડક સજાની પરિવારની માંગ: સચિન રઘુવંશીએ કહ્યું કે આરોપીઓને કડકમાં સજા થવી જોઈએ. તેઓની માંગ છે કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય અને આરોપીઓને બેવડી આજીવન કેદની સજા આપવામાં આવે.

Most Popular

To Top