Gujarat

રાજ્યના 27 તાલુકાઓમાં હળવો વરસાદ

એક તરફ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે, ત્યારે આજે રવિવારે ગુજરાતમાં 27 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં છોટા ઉદેપુરના સંખેડામાં 1 વરસાદ થયો હતો. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, ગુપજરાત પર એક સિસ્ટમ ભાવનગર – અમરેલી – બોટાદ તરફ સક્રિય છે. જયારે બીજી સિસ્ટમ ઉત્તર ભારત તરફથી પંચમહાલ , દાહોદ અને છોટા ઉદેપુર તરફ આવી રહી છે. જેના પગલે આ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. સેટેલાઈટ તત્વીરો જોતા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીને છેક દાહોદ સુધી લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે.

આજે રવિવારે રાજયમાં સંખેડામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 1 ઈંચ, વલસાડના ધરમપુરમાં 18મીમી, તાપીના કુકરમુંડામાં 17 મીમી, વાલોડમાં 14 મીમી, સુરતના માંગરોળમાં 11 મીમી વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 23 તાલુકાઓમાં વરસાદ થયો હતો.

જેમાં ભાવનગરના ઉમરાળામાં 1.3 ઈંચ , વલ્લભીપુરમાં 20 મીમી, વલસાડના ધરમપુરમાં 19 મીમી, બોટાદના બરવાળામાં 13 મીમી ધંધુકામાં 10 મિીમી વરસાદ થયો હતો. રાજયમાં અત્યાર સુધીમાં 12.59 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છ પંથકમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 12.34 ટકા, મધ્ય- પૂર્વ ગુજરાતમાં 11.96 ટકા, સૌરાષ્ટ્રમાં 10.08 અને દક્ષિણ ગુજરાતમાં 14.37 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top