કેપટાઉન: સાઉથ આફ્રિકા (South Afica) સામે ટેસ્ટ (Test) સિરીઝ 2-0થી હાર્યા બાદ 3 મેચની વન-ડે (One Day) સિરીઝ માં વ્હાઈટ વોશ (White Wash) થતાં હેડ કોચ (Head Coach) રાહુલ દ્રવિડ (Rahul Dravid) નિરાશ થયા છે. રવિવારે વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ હાર્યા બાદ કોચ રાહુલ દ્રવિડે ભારતીય ટીમની ખામીઓ સ્વીકારતા કહ્યું હતું કે, હાલ ટીમનું બેલેન્સ (Team Balance) બરાબર નથી.
મેચ પછી દ્રવિડે કહ્યું કે, ટીમની સફળતા તેના સંતુલન પર નિર્ભર કરતી હોય છે. ઈમાનદારીથી વાત કરીએ કોઈ પણ 6, 7, અને 8 નંબરના ઓલરાઉન્ડર ખેલાડીઓ ટીમને બેલેન્સ પુરું પાડતા હોય છે. રાહુલ દ્રવિડે કહ્યું કે, કેટલાંક ખેલાડીઓ હાલ ટીમમાં નથી. જેના લીધે બેલેન્સ બગડી ગયું છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પાસે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) જેવા ખેલાડી (Players) છે, પરંતુ કમનસીબે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં આ બંને ખેલાડીઓ ઉપલ્બ્ધ નહોતા. જ્યારે આ બંને ખેલાડીઓ ટીમમાં પરત ફરશે ત્યાર બાદ ટીમને બેલેન્સ અને સ્ટ્રેન્થ મળશે. જેનાથી ટીમને અલગ વિશ્વાસથી રમવાની તક મળશે. દ્રવિડના મતે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ફિટનેસના લીધે ટીમની બહાર છે, જેના લીધે ટીમને નુકસાન થયું છે. 6 અને 7 નંબર પર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા હરફનમૌલ ખેલાડીઓની ટીમને ઉણપ વર્તાઈ રહી છે.
રાહુલની કેપ્ટનશિપ પર પણ દ્રવિડે કરી આ ટીપ્પણી
સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં કેએલ રાહુલે (KL Rahul) પ્રથમવાર કેપ્ટનની (Captain) જવાબદારી નિભાવી હતી. રાહુલની નેતૃત્વ અંગે રાહુલે કહ્યં કે, લોકોએ એ સમજવું પડશે કે જે ટીમ ઉપલ્બ્ધ હતી તેના સાથે રાહુલે જે સર્વશ્રેષ્ઠ પરર્ફોમન્સ (Performance) આપી શકે તે આપ્યું છે. મને લાગે છે કે તેણે સારું કામ કર્યું છે. હાર થતાં સમીકરણો બદલાય છે પરંતુ હજુ આ તેની શરૂઆત છે. તે સમય સાથે ઘડાતો જશે અને નિખરશે.
અય્યર અને પંત વિશે કરી આ વાત
દ્રવિડ કોઈ ખેલાડીનું નામ લઈ ટીપ્પણી કરે તેવો તેનો સ્વભાવ નથી, પરંતુ તેણે એવું કહ્યું કે, મધ્યમક્રમમાં કેટલાંક ખેલાડીઓને ઘણી તક આપવામાં આવી છે. હવે તેમની પાસે સારા પ્રદર્શનની આશા છે. દ્રવિડનો ઇશારો પંત અને શ્રેયસ ઐય્યર તરફ હતો. દ્રવિડે કહ્યું અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ ટીમમાં પોતાના સ્થાન અંગે નિશ્ચિંત રહે પરંતુ ટીમમાં જગ્યા મળ્યા બાદ તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આશા રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ પાસે એવી જ અપેક્ષા હોય કે તેઓ સંકટના સમયે સારું પ્રદર્શન કરે.
વૈંકટેશ ઐય્યરે મધ્યમક્રમમાં પોતાનું સ્થાન બનાવવું પડશે
આઈપીએલમાં કેકેઆર માટે ઓપન કરતા વૈંકટેશ ઐય્યર માટે દ્રવિડે કહ્યું કે, તેણે ભારતીય ટીમમાં મધ્યમક્રમમાં પોતાનું સ્થાન બનાવવું પડશે. છઠ્ઠા બોલર તરીકે તેને તૈયાર કરવામાં આવી રહ્યો છે. વૈંકટેશ, હાર્દિક કે જાડેજા જ્યારે તેઓ પરત ફરશે ત્યારે ભારતીય ટીમ પાસે અનેક વિકલ્પ રહેશે.