લોકેશ રાહુલ આ વર્ષે જ ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી લે તેવી સંભાવના

મુંબઇ, તા. 21 : ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલ માટે 2022નું વર્ષ અગત્યનું અને ખાસ બની રહે તેવી સંભાવના છે. એકતરફ તે ટેસ્ટ અને વન ડેમાં કાર્યકારી કેપ્ટન બન્યો છે ત્યારે બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) તેના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં પ્રમોશન આપીને એ પ્લસમાં તેન સામેલ કરવાનું વિચારી રહ્યું છે. જો કે આ બધા વચ્ચે રાહુલ પોતાના ચાહકોને તેનાથી મોટી ખુશી આપી શકે છે. અહેવાલો અનુસાર રાહુલ આ વર્ષે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને ફિલ્મ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી લેશે. રાહુલ અને આથિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. તેઓ તે પહેલાથી એકબીજા સાથે જોડાયેલા છે પણ ત્રણ વર્ષ પહેલા તેમણે જાતે સોશિયલ મીડિયા પર પોતાના સંબંધને સ્વીકાર્યો હતો. બોલીવુડ સંબંધિત એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર આથિયા-રાહુલના લગ્ન ચોક્કસપણે 2022માં થશે. આ યુગલને બંને તરફે માતા-પિતાની મંજૂરી મળી ચુકી છે. અહેવાલો અનુસાર આથિયાના પિતા સુનિલ શેટ્ટી પોતે ઘણાં સમય પહેલાથી આ સંબંધને સ્વીકૃતિ આપી ચુક્યા છે.

Most Popular

To Top