એશિયન ફૂટબોલ : કેપ્ટન સેમ કેરના પાંચ ગોલની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇન્ડોનેશિયાને 18-0થી હરાવ્યું

મુંબઇ, તા. 21 (પીટીઆઇ) : શુક્રવારે અહીં રમાયેલી મહિલા એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની કેપ્ટન સેમ કેરની ટૂર્નામેન્ટની પહેલી હેટ્રિક સહિતના પાંચ ગોલની મદદથી ઇન્ડોનેશિયાને 18-0થી હરાવ્યું હતું. ચેલ્સીની સ્ટાર સ્ટ્રાઇકર અને હાલમાં જ ફિફાના શ્રેષ્ઠ મહિલા ખેલાડીના એવોર્ડમાં રનર્સ અપ રહેલી કેરે મેચની શરૂઆત ઓસ્ટ્રેલિયાની ઓલ ટાઇમ ટોપ સ્કોરર ટિમ ચિલીથી એક ગોલ પાછળ રહીને કરી હતી અને મેચ પુરી થતાં સુધીમાં તે ચાર ગોલ આગળ નીકળી ગઇ હતી. અન્ય એક મેચમાં ફિલિપાઇન્સે થાઇલેન્ડ સામે 1-0થી જીત મેળવી હતી, જે ફિલિપાઇન્સનો થાઇલેન્ડ સામે 13 મેચમાં પહેલો વિજય રહ્યો હતો.

Most Popular

To Top