સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે માનવીમાં પ્રવેશ જયારે પથ્થરયુગમાંથી કામના બદલામાં પૈસા મેળવવાના યુગમાં થતાંની સાથે જ લગભગ 99.99 ટકા સામાન્ય માનવીથી લઇને તમામ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પૈસા વગર જીવન પસાર થઇ જ ન શકે એવો અનુભવ થવા લાગ્યો. માનવીએ પૈસો મેળવવાની અવિરત દોડ શરૂ કરી દીધી.
યેનકેન પ્રકારે બસ પૈસા મેળવવા જ લાગી ગયા અને એટલા માટે જ આખી દુનિયાના પ્રશ્નોનું મૂળ પૈસો એટલે કે કેપીટલ છે. 19 મી સદીના પ્રસિધ્ધ લેખક કાર્લ માર્કસે દાસ કેપીટલ નામનું પુસ્તક પ્રસિધ્ધ કરીને સાબિત કરી આપ્યું. આ પુસ્તકને રશિયામાં લેનિન અને સ્ટેલીને વાંચીને ક્રાંતિ કરી નાંખી.
અડધી દુનિયામાં સામ્યવાદનો ફેલાવો કરી દીધો. દરેક માનવીનું જીવન પૈસાના કારણે બદલાઇ જાય અથવા તો ધૂળ ધાણી પણ થઇ જાય તેમ છતાં પૈસા વગર તો ભગવાનનાં પણ દર્શન થતાં નથી અને એટલા માટે પૈસો જ મારો પરમેશ્વર એમ કહીએ તો ખોટું નથી. નાણાં વગર માનવીની કોઇ કિંમત જ નથી. દરેક માનવી માટે પૈસા વગર જીવન પસાર કરવું શકય છે ખરું?
સુરત -ચંદ્રકાંત રાણા -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.