સૈયદ મોદી ઇન્ટરનેશનલ : સિંધુ સેમીમાં, પ્રણોય હારીને આઉટ

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ અહીં રમાઇ રહેલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 500 ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની સુપનિદા કટેથીંગને રોમાંચક મેચમાં હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જો કે એચએસ પ્રણોય ફ્રાન્સના આર્નોડ મર્કેલ સામે સીધી ગેમમાં હારીને સ્પર્ધામાંથી આઉટ થઇ ગયો છે.
65 મિનીટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ સુપનિદાને 11-21, 21-12, 21-17થી હરાવી હતી.

સિંધુએ પહેલી ગેમ ગુમાવ્યા પછી વાપસી કરીને મેચ જીતવા સાથે ઇન્ડિયા ઓપનમાં સુપનિદા સામે સેમી ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો વાળી લીધો છે. હવે તે પાંચમી ક્રમાંકિત રશિયન એવગેનિયા કોસેટ્સકાયા સામે શનિવારે 22 જાન્યુઆરીએ રમશે. પુરૂષ સિંગલ્સમાં પ્રણોયને મર્કેલે 50 મિનીટમાં 21-19, 21-16થી હરાવ્યો હતો. જો કે અન્ય ભારતીય મિથુન મંજૂનાથે રશિયાના સરગે સિરાંતને 11-21, 21-12, 21-18થી હરાવીને સેમી ફઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેનો સામનો મર્કેલ સાથે થશે.

Most Popular

To Top