સુરત: હાલમાં સાઉથની (South) ફિલ્મ (Movie) પુષ્પા (Pushpa) સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) હોય કે થિયેટર્સ (Theaters) ઠેર ઠેર આ મૂવીના (Movie) સીન (Scene) જોવાઇ રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં તો અલ્લુ અર્જુનના (Allu Arjun) ડાન્સ (Dance) અને તેના ડાયલોગને લગતી પોસ્ટ (Post) લોકો બનાવી બનાવીને મૂકી રહ્યાં છે. લાલ ચંદનના વૃક્ષોની ચોરીના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે અને બોક્સ ઓફિસ પર પણ તે કરોડોની કમાણીનો રેકોર્ડ કરી રહી છે. દરમિયાન સુરતમાં પણ પુષ્પાના અલ્લુ અર્જુનની ટોળકી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના મધ્યભાગમાં આવેલા ગાંધી બાગમાં પણ ચંદનના કેટલાંક વૃક્ષો આવેલા છે. જો કે તે રક્તચંદન નથી. દરમિયાન આ બાગમાંથી ચંદનના વૃક્ષો ચોરાઇ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
(Surat) સુરતના ગાંધીબાગમાંથી (Gandhi Baug) ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના બની છે પરંતુ હજી સુધી સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે સત્તાવાર કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ પહેલા પણ બે વખત ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઇ ચૂકી છે અને તેની ફરિયાદ પણ નોંધાઇ હતી પરંતુ હજી સુધી ચોર પકડાયા નથી.
ગંભીર ઘટના છતાં મનપાના અધિકારીઓએ કોઈ જ ફરિયાદ કરી નથી
આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે, સુરત મહાનગર પાલિકાના (SMC) અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે કોઇ જ ફરિયાદ (Complaint) કરવામાં આવી નથી. કોઇપણ વૃક્ષ કપાઇ તો તેની ફરિયાદ કરવાની પાલિકાના અધિકારીઓની જવાબદારી આવે છે તેમ છતાં આ ઘટનામાં હજી સુધી કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. જો કે, આ બનાવની પોલીસને ફક્ત જાણ કરવામાં આવતા પોલીસ ગુપ્ત રાહે શકમંદોની પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષ (Sandalwood tree) ચોરાવાની બે ઘટના બની ચૂકી છે. અને તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. જો કે, આ ગુનાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી કે કોઇ ચોર પકડાયાં નથી.