Columns

જીવનના વિરામચિહ્નો

નલીની અંગ્રેજીની પ્રોફેસર, પર્સનલ ટ્યુશન પણ કરે જીવન બરાબર આગળ વધી રહ્યું હતું બહારગામથી કોલેજમાં એક પ્રોફેસર આવ્યા, નામ નીલેશ અને નલીની અને નીલેશ અંગ્રેજી વિષયના લગાવના કારણે અને સાથે કામ કરવાને કારણે નજીક આવ્યા.ધીમે ધીમે પ્રેમના અંકુર ફૂટ્યાનલીની ખુબ જ ખુશ હતી તેણે પોતાના સપનાના રાજકુમારને જેવો વિચાર્યો હતો; પ્રોફેસર નીલેશ એવા જ હતા એકદમ પ્રેમાળ સાથે સાથે હોશિયાર,પ્રભાવશાળી,અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ.ઉંમરમાં ભલે પ્રોફેસર નીલેશ છ વર્ષ મોટા હતા પણ બહુ વધારે ફરક ન કહેવાય એટલે નલીની આગળ જીવનમાં તેમની સાથે લગ્ન કરવાના સપના જોવા લાગી.

અચાનક એક દિવસ તેને ખબર પડી કે પ્રોફેસર નીલેશના તો બાળપણમાં જ લગ્ન થઈ ગયા છે અને તેમની પત્ની વતનમાં સાસુ સસરા સાથે રહે છે.અને નલીની પર જાણે વ્રજાઘાત થયો.તેનું દિલ તૂટી ગયું બધા સપનાઓ તૂટ્યા અને જીવન જાણે પૂરું થઇ ગયું હોય તેમ લાગ્યું.રડી રડીને તેની આંખો સુજી ગઈ.તેને કોલેજમાં રાજીનામું આપી દેવાનો નિર્ણય કર્યો કારણ કે તેના અને પ્રોફેસર નીલેશના પ્રેમ વિષે બધા જ જાણતા હતા. નલિનીની મિત્ર જ્યાં તેને મળવા આવી જયા શાળામાં હિન્દીની ટીચર હતી.નલિનીએ તેની સાથે દિલની બધી વાત કરી અને બોલી, ‘બસ હવે તો કે લાશ બનીને જીવવું પડશે કારણકે હવે આ વિશ્વાસઘાત પછી જીવન તો જાણે પૂરું થઇ ગયું.’ જયાએ તેની બધી વાત સાંભળી તેના આંસુ લૂછ્યા અને તેના ટેબલ પરથી એક કાગળ લઈને તેની પર નલીનીનું બોલેલું જ વાક્ય લખ્યું અને પૂર્ણવિરામ એક બિંદુ મુક્યું.

પછી જયાએ કહ્યું, ‘જો આપણે બંને ભાષા ભણાવીએ છીએ એટલે વિરામચિહ્નો બરાબર સમજીએ છીએ.કોઈપણ વાક્યના અંતમાં એક બિંદુ મુકીએ તો પૂર્ણવિરામ એટલે કે વાક્ય પૂરું થાય બરાબર પણ જો તે જ એક બિંદુની બાજુમાં હું બીજા થોડા બિંદુ મુકું તો વાક્ય હજી આગળ ચાલુ રહે બરાબર સાચી વાત છે ને….’ નલિનીએ હા પાડી.જ્યાં આગળ બોલી, ‘એટલે યાદ રાખજે દરેક અંત એક નવી શરૂઆત પણ હોય શકે….જીવનમાં એક વિશ્વાસઘાતી બનાવને પૂર્ણવિરામ ગણી જીવન અને કેરિયર પૂરું ન કરાય તે બનાવની પાછળ આપણી હિંમત…ઇચ્છાશક્તિ…ના બિંદુઓ મૂકી નવી શરૂઆત કરાય.તે કોઈ ભૂલ નથી કરી તો તારું જીવન કે કેરિયર શું કામ ખતમ થાય? ચાલ હિંમતથી ઉભી થા અને અને જીવનમાં નવી શરૂઆત કરવા આગળ વધ.’ નલિનીને મિત્ર જયાએ જીવનના વિરામચિહ્નોની સાચી સમજ આપીને નવી પ્રેરણા આપી.  
   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top