આ દેશની પ્રજા ખબર નહીં કઈ માટીની બનેલી છે.હંમેશા કોઈના ને કોઈના ઓછાયા હેઠળ જીવવાની આદત પડી ગઈ છે.નસીબદાર ઘણી છે પાછી કેમ કે દર વખતે કોઈ ને કોઈ વ્યક્તિ આવી જ જાય છે તેમને મુસીબતોથી મુક્ત કરવા.થોડા સમય મુસીબત દૂર થઈ નથી કે પાછી જેવી હતી તેવી જ થઈ જાય છે. હવે મુસીબતોથી બચાવનાર જ મુસીબત લાગવા માંડે છે.રાવણથી રામે બચાવ્યા પછી રામના અંત માટે જવાબદાર કોણ? અંગ્રેજોથી ગાંધીએ આઝાદી અપાવી પછી ગાંધીને કોણે આઝાદ કર્યા? દોગલાપણું અને સ્વાર્થીપણું કૂટી કૂટીને ભરેલા છે આ પ્રજામાં.હંમેશા કોઈ સંત, કોઈ મહાત્મા,કોઈ યુગપુરુષ આવે પોતાની સમગ્ર જિંદગી આ કહેવાતી પ્રજા માટે ન્યોછાવર કરી દે અને પછી જયારે આ પ્રજાનું મન ભરાઈ જાય ત્યારે એ મહાત્માનો દુઃખદ અંત થાય.વળી,પાછા કોઈ આવશે અમને બચાવશે આ આશા સાથે પ્રજા જીવન જીવતી જાય.હમ નહીં સુધરેંગે.
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રજાદોષ
By
Posted on