Vadodara

માંજલપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા કાંસમાં સફાઈના અભાવે વિરોધ

વડોદરા : વડોદરાના દક્ષિણ વિસ્તારમાં ભ્રષ્ટાચારથી ખડબદતી મત્સ્યાકાંસ હવે દૂષિત પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિક રહીશોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો ભય જોવા મળી રહ્યો છે.મત્સ્યા કાંસની તાત્કાલિક સાફસફાઈ કરવા માટે માંજલપુર વિધાનસભા કોંગ્રેસના કાર્યકર્તાઓએ મચ્છરો યોગા કરે છેના સૂત્ર સાથે શીર્ષાશન કરી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.મત્સ્યા કાંસો શરૂઆતથી જ વિવાદમાં છે.અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા છે.

આયોજન વગરની કાંસને પગલે કેટલાક ઠેકાણે પાણીનો ભરાવો રહે છે.તો કેટલાક ઠેકાણે કાંસ ખુલ્લી છે.વરસાદી કાંસમાં ડ્રેનેજના મળમૂત્રવાળા દૂષિત પાણી છોડવામાં આવતા કાંસમાં હાલ તીવ્ર ગંદકી અને ગંદુ પાણી વહેવા સાથે દુષિતમય વાતાવરણ સર્જાયું છે.આ પરિસ્થિતિ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધતા કાંસની આસપાસ રહેતા સ્થાનિક રહીશોને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો ભય સતાવી રહ્યો છે.

ત્યારે બુધવારે માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ નજીક આવેલ મત્સ્યા કાંસની સાફસફાઈના અભાવે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ઉપપ્રમુખ વિનોદ શાહની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કાંસ પાસે એકત્ર થઈ યોગા વીથ મોસ્કીટોના સૂત્ર સાથે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.અને વહેલામાં વહેલી તકે આ કાંસની સાફસફાઈ કરી વિસ્તારના રહીશોને ભયમુક્ત વાતવરણ પૂરું પાડવા માંગ કરી હતી.

Most Popular

To Top