વરસાદે વિરામ લીધો છે.પ્રવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ભોળાનાથ મહાદેવદાદા ના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી રહી છે.શ્રાવણ માસમાં તહેવારોની હેલી થશે.શ્રાવણના પર્વમાં ગુજરાતમાં બહેનો વિવિધ વ્રત કરે છે.આ વ્રતમાં પ્રકૃત્તિ અને પર્યાવરણના સંવર્ધન ની ભાવના રહેલી છે.નાગ પાંચમ ના દિવસે લોટનો નાગ બનાવી પૂજા કરે છે અને નોળીયા નોમ ના દિવસે લોટના નોળીયા ની પૂજા કરી વ્રત રાખે છે.નાગ,નોળીયા ની પૂજા પ્રાણી અને પ્રકૃત્તિના રક્ષણનો ભાવ છે.રાંધણ છઠના દિવસે વિવિધ પ્રકારની રસોઈ બનાવવી અને રાત્રે સગડી ઠંડા પાણીથી ઠારી લાલ ઘેરું લગાડી નવા જેવી બનાવી સગડીની કકું ચોખાથી ઘરના તમામ સભ્યો પૂજા કરે.હવે ગેસના ચુલાની પૂજા કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં એવું સમજાયું કે અહીં પર્વ સાથે પ્રકૃત્તિ અને પર્યાવરણના સંવર્ધન ને સંરક્ષણની ભાવના રહેલી છે.આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ પર્યાવરણ અને પ્રકૃત્તિની પૂજાનો ભાવ છે.બીજે દિવસે શિતળા સાતમના દિવસે ટાઢું ભોજન કરી વ્રત કરવામાં આવે છે.વેલા ચઢાવી શિતળામાતાની પૂજા કરવામાં આવે છે.બાળકોની તંદુરસ્તી સારી રહે અને ઓરી અછબડા નહિ થાય એવો ભાવ રહેલો છે.કાજલી ત્રીજના દિવસે ટોપલીમાં વાવેલા જવારાની પૂજા કરવામાં આવે છે.જવારાની પૂજા એ પ્રકૃત્તિ તત્વોની પૂજા છે.આજે આપણે પર્યાવરણને બચાવીશું તો કુદરત માનવનું રક્ષણ અચુક કરશે.
સુરત -કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.