Gujarat

આજથી મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પ્રવેશ માટેની કાર્યવાહીનો પ્રારંભ

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અભ્યાસક્રમ માટેની પ્રવેશ કાર્યવાહી આવતીકાલ 17મી નવેમ્બરથી શરૂ થનાર છે. જેના માટે પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પરથી આવતીકાલ 17મી નવેમ્બર સવારે 10 લાગ્યાથી 28 નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધી ઓનલાઇન ખરીદી શકાશે. જ્યારે સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

પ્રવેશ સમિતિના જણાવ્યા પ્રમાણે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી તથા સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથીક સંસ્થાઓની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટેની પ્રવેશ માટે ઓનલાઈન પીન, રજીસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી આવતીકાલ તા. 17 નવેમ્બર સવારે 10 વાગ્યાથી 28મી નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધી ઓનલાઇન પીન ખરીદી શકાશે. જ્યારે સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

આ ઉપરાંત 29 નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધીમાં હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પીન પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પરથી ઓનલાઇન રૂપિયા 200ની ચુકવણી કરવાથી મળી રહેશે. વિદ્યાર્થીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ, હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવાર પોતાની જાતે રજીસ્ટ્રેશન પહોંચની પ્રિન્ટ લેતી વખતે અરજી ચકાસણી કરાવવા માટેનો સમય, તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે.

લોકલ ક્વોટાના વિદ્યાર્થીઓ માટે
જે વિદ્યાર્થીઓ એન.એચ.એલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, અમદાવાદ અથવા સુરત મ્યુનસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરતના લોકલ ક્વોટાની બેઠક માટે અરજી કરવા માંગતા હોય, તો તેવા ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા, ઉપરાંત તેઓ લોકલ અમદાવાદ – સુરતના રહેવાસી છે, તેવું પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડિન પાસેથી મેળવવું જરૂરી છે. આ અંગે સંબંધિત કોલેજનો સંપર્ક કરવાનો રહેશે.

સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપથી સંસ્થાઓની 15 ક્વોટા ઓલ ઇન્ડિયા કોટા બેઠકોના વિદ્યાર્થીઓ માટે
સ્વનિર્ભર આર્યુવેદિક અને હોમિયોપેથીક સંસ્થાઓની 15 ટકા ઓલ ઇન્ડિયા ક્વોટા બેઠક માટે જે વિદ્યાર્થીઓએ 12માં ધોરણ બી, એ -બી ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ ભારતમાં કોઈપણ પરીક્ષા બોર્ડમાંથી પાસ કર્યું છે, અને નીટ-યુજી -2021માં ઓલ ઇન્ડિયા રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોય અને આરોગ્ય વિભાગના નિયમોને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.

એન.આર.આઈ વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ, વહીવટી ફી તરીકે ACPUGMEC, Payabla at Gandhinagar નામનો રૂપિયા 10,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ એડમિશન કમિટીની ઓફીસ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે જમા કરાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન અને આગળની પ્રવેશ કાર્યવાહી માટે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓએ હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

Most Popular

To Top