રાજ્યમાં શુક્રવારે વાદળછાયુ વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં સહેજ ઘટાડો નોંધાયો હતો. ગાંધીનગર-વડોદરા સહિત બન્ને શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આગામી તા.28મી ડિસે.ની આસપાસ રાજ્યમાં માવઠાની શકયતા રહેલી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તથા સાબરકાંઠામાં વરસાદ થવાની સંભાવના છે. આજે સવારથી વાદળછાયુ વાતાવરણ હોવા છતાં શીત લહેરની અસર વર્તાતી હતી. આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં કોઈ વધઘટ થવાની નથી. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વડોદરામાં 12 ડિ.સે., સુરતમાં 16 ડિ.સે., ભૂજમાં 19 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 14 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.
રાજ્યમાં 28મી ડિસે.એ કમોસમી વરસાદ પડવાની સંભાવના
By
Posted on