અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે માટેનું જાહેરનામુ પોલીસ દ્વારા બહાર પાડી દેવાયું છે. માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ પરમીશન આપવામાં આવશે.
આજે રાત્રે 12 વાગ્યાથી આ જાહેરનામુ લાગુ થશે. માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ અવરજવર માટે નીકળવા દેવામાં આવશે. જેનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અમદાવાદમાં એકાએક પોઝીટીવ કેસમાં ઉછાળો આવતા આ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. અમદાવાદ એ કોરોનાનું ક્લ્સ્ટર બની ચુક્યું છે. ત્યારે હવે સુરતમાં પરિસ્થિતિ કંટ્રોલમાં રહે તે માટે પોલીસ દ્વારા આ એક્શન લેવામાં આવી છે. માત્ર પોલીસ, ડોક્ટર, આવશ્યક સેવાઓ કરીયાણા, વીજપુરવઠા, ઈન્ટરનેટ, મીડીયા, બેન્ક, વીમા કચેરી, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, કલેક્ટર આ સેવાઓના વાહનોને જ અવરજવર માટે જવા દેવામાં આવશે.