સુરતના કાપડ ઉદ્યોગ માટે ગૌરવ, અમેરિકાના એટલાન્ટામાં ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરમાં સુરત પેવેલિયન ઊભું કરાશે

સુરત: જૂન-2022માં અમેરિકા (America ) ના ટેક્સાસ (Texas) , લોસ એન્જેલ્સ (Los Angeles) અને એટલાન્ટા (Atlanta) શહેરમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનું આયોજન ત્યાંના ઉદ્યોગ સંગઠનો અને સરકારે કર્યું છે. આ વર્ષની થિમ જે શહેરની ઓળખ જે ઉદ્યોગને કારણે હોય તેવા દેશોના શહેરોના ઉદ્યોગકારોને તેડાવવા પ્રાયોરિટી આપવામાં આવી છે. ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયને અમેરિકાના એટલાન્ટામાં 10,11 જૂનના રોજ યોજાનારા ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ (Global Textile Trade) ફેરમાં ભાગ લેવા ટેક્સટાઇલ સિટીની (Textile City) પસંદગી કરવાનું આમંત્રણ મળતાં ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ મેન મેઈડ ફાઈબરનું હબ (fiber hub) સુરત હોવાથી મેડ ઇન ઇન્ડિયા (Made in India) મેડ ફોર વર્લ્ડ (Made for World) ડોમમાં સુરત પેવેલિયન (Pavilion) ઊભું કરવાની જવાબદારી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સોંપી છે.

અમેરિકાના એટલાન્ટા શહેરમાં આવેલા ગેસ સાઉથ કન્વેન્શન સેન્ટરમાં સુરત પેવેલિયન ઉભું કરાશે. જેમાં સુરતના એમએમએફ આધારિત ટેક્સટાઇલ પ્રોડક્ટ રજૂ કરાશે. ચેમ્બરમાં આ પ્રદર્શનમાં મેદાન મારવા બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, એક્ઝિબિશનની કમિટીના ગ્રુપ ચેરમેન અમિશ શાહ, હર્ષલ ભગત, મયુર ગોળવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. 10,11 જૂનના રોજ અમેરિકાના એટલાન્ટાના ગેસ સાઉથ કન્વેન્શન સેન્ટરમાં યોજાનારા પ્રદર્શનમાં સુરત પેવેલિયન ઉભું કરાશે. પ્રવેશ દ્વારે ગેન્ટ્રી પર ચેમ્બર અને ટેક્સટાઇલ મિનિસ્ટ્રીનો લોગો પણ લાગશે.

ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં સુરતના ઉદ્યોગકારોનો સંપર્ક દુનિયાભરના બાયરો સાથે થશે
વિશ્વ સૌથી વધુ પોલીએસ્ટર કાપડનો ઉપયોગ થાય છે.ત્યાં કોટન ફેબ્રિક્સનો ઉપયોગ પ્રમાણમાં ઓછો છે. જ્યારે ભારતમાં કોટન ફેબ્રિક્સનો વેપાર વધુ થાય છે. કારણ કે અહીં કપાસની ખેતી વધુ થાય છે. મેન મેઇડ ફાઇબરમાં સુરત હબ ગણાય છે. દેશના કુલ ઉત્પાદનમાં સુરતનો ફાળો 65 ટકા જેટલો છે. આ પ્રદર્શનથી સુરતના પોલીએસ્ટર કાપડના ઉત્પાદકો સીધા ઇન્ટરનેશનલ બાયરો સમક્ષ પોતાની પ્રોડક્ટ રજૂ કરી શકશે. અમેરિકાના ટેક્સટાઇલ સંગઠનો પણ સુરતની ફેબ્રિક્સની ક્વોલિટી રજૂ થાય તે માટે ઉત્સાહી છે. અમેરિકામાં ગુજરાતીઓ સહિત ભારતીયોની મોટી વસ્તી હોવાથી સિન્થેટિક ફેબ્રિક્સનો વેપાર ત્યાં વધી શકે છે.

સુરતની આ પ્રોડક્ટ એટલાન્ટામાં પહોંચશે
ફાઇબર, ફેબ્રિક્સ, યાર્ન, એથેનિકવેયર, હોમ ટેક્સટાઇલ, એપેરલ, ગારમેન્ટ્સ, હેન્ડલૂમ-હેન્ડિક્રાફ્ટ (જરદોષી) અને ખાદીની પ્રોડક્ટ રજૂ કરાશે

Most Popular

To Top