નસવાડી, તા.૭
રાયપુર ગ્રામ પંચાયત માં સરકાર શ્રી દ્વારા કામગીરી માટે જે પણ નાણાં ફાળવવા માં આવ્યા છે તે રદ કરવા અને કેટલાક કામો જે અગાઉ માં કરવામાં આવ્યા છે તેની તપાસ કરે તે માટે તાલુકા વિકાસ અધિકારી ને ગ્રામ જનો એ લેખિત માં રજૂઆત કરી છે.
રાયપુર ગ્રામ પંચાયત ના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં રજૂઆત કરી છે જેમાં ગ્રામ જનો નો આક્ષેપ છે કે રાયપુર ગ્રામ પંચાયતમાં અત્યારે વહીવટ દાર નું શાસન છે જયારે ગામ ના તલાટી અને વહીવટ દાર મનસ્વી રીતે વહીવટ ચલાવે છે જેને લઈને ગ્રામ જનો માં રોષ ફેલાતા ગ્રામજનો નસવાડી તાલુકા પંચાયત માં રજૂઆત માટે આવ્યા હતા જેમાં 15 માં નાણાપંચ માં લખો રૂપિયા ની ગ્રાન્ટ આવે છે અને વહીવટ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી પ્રજાની અનેક સમસ્યાઓ છે જયારે ગ્રામ જનો નો આક્ષેપ છે કે વિકાસ ના કામો ની ગુણવત્તા જળવાતી નથી અને હાલ તો ગ્રામ પંચાયત ની કામગીરી વહીવટ દાર ના શાસન માં યોગ્ય થતી નથી ગ્રામ જનો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરીને કામો ની ગુણવત્તા સુધારવા માટે અને ગ્રામ સભામાં તમામ લોકો ને ગ્રામ પંચાયત ની કામગીરીનું માર્ગ દર્શન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે નસવાડી તાલુકા વિકાસ અધિકારી રાયપુર ગામની મુલાકાત લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે
રાયપુર ગ્રામ પંચાયત માં સરકાર શ્રી દ્વારા કામગીરી માટે જે પણ નાણાં ફાળવવા માં આવ્યા છે તે રદ કરવા અને કેટલાક કામો જે અગાઉ માં કરવામાં આવ્યા છે તેની તપાસ કરે તે માટે તાલુકા વિકાસ અધિકારી ને ગ્રામ જનો એ લેખિત માં રજૂઆત કરી છે.
રાયપુર ગામે તલાટી અને વહીવટદાર દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવાતા ટીડીઓને રજૂઆત
By
Posted on