બીલીમોરા : બીલીમોરા પિયરમાં રહેતી પરિણીતાએ વલસાડના (Valsad) સાસરિયા સામે ધમકી (Threat) આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર બીલીમોરા સ્થિત ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતાં 31 વર્ષીય રૂચાબેન ટંડેલના વર્ષ 2021 માં વલસાડના અગિયારી મહોલ્લો મોટા પારસી વાડ ખાતે રહેતા વિવેક કાંતિલાલ ટંડેલ સાથે થયા હતાં.
- સાસરામાંથી કાઢી મૂકાતા પરિણિતા પિયર આવી ગઈ હતી અને પોસ્ટમાં નોકરી કરતી હતી
- નણદોઈએ આપવીતી જણાવી ફોન કર્યો અને કોલ રેકોર્ડ કરી પરિણિતીના સાસરામાં સંભળાવ્યું
લગ્ન બાદ તેમનો પતિ, સાસુ હસુમતીબેન કાંતિલાલ ટંડેલ અને નણંદ ચાંદનીબેન નયનકુમાર ટંડેલે તેમને માનસિક ત્રાસ આપીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતાં. જેથી તેઓ પિયર બીલીમોરા રહેવા આવી ગયા હતાં અને પોસ્ટમાં નોકરી કરી તેમનું ગુજરાન ચલાવતા હતાં. દરમિયાન એક દિવસ તેમના નણદોઇ નયનકુમારનો ફોન આવ્યો હતો અને આપવીતી જણાવવા કહ્યું હતું. જેથી તેમણે કહ્યું હતું કે, પતિ તેમને પત્નીના હકથી વંચિત રાખતો હતો. તે દારૂ પીવાની ટેવ છોડતો ન હતો અને તેમનાથી અલગ પથારી કરીને સૂતો હતો. જ્યારે નણંદ ચાંદનીબેન પણ ત્રાસ આપતી હતી.
આ સમગ્ર વાત નણદોઇએ રેકોર્ડ કરી લીધી હતી. એટલું જ નહીં આખી વાત યુવતીના પતિ અને સાસુને સંભળાવી હતી. જેથી ગઇ તારીખ 7/5/2021 જેથી તેમની સાસુનો ફોન તેમના પિતા ઉપર આવ્યો હતો અને ગુસ્સામાં તેમણે કહ્યું હતું કે,‘મારા જમાઇ સાથે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઇ? તમારી પુત્રીમાં જ ખામી છે’ એટલું જ નહીં તેમણે તેમના પિતાને અપમાનિત પણ કર્યા હતાં. જેથી તેમણે તેમના પતિ વિવેક તેની સાસુ હસુમતીબેન અને નણંદ ચાંદનીબેન વિરૂદ્ધ બીલીમોરા પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.