Dakshin Gujarat

સુરતમાં દારૂ ભરેલી ટ્રક લાવવા બૂટલેગરે અપનાવ્યો આ વિચિત્ર આઈડિયા, પોલીસ પણ જોઈને ચોંકી ગઈ


સુરત : સુરતમાં શોખીનોની પ્યાસ બુઝાવવા માટે બૂટલેગરો અવનવાં ગતકડાં કરીને દમણ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી દારૂની ખેપ મારતા હોય છે. ઘણીવખત તો બૂટલેગરો એવી ટ્રીક અપનાવે છે જે જોઈને પોલીસ પણ મોંઢામાં આંગળા નાંખી દે છે. વલસાડના ઉદવાડાથી સુરતમાં એક બૂટલેગર દ્વારા દારૂ લાવવા માટે અનોખો આઈડિયા અપનાવ્યો હતો. બૂટલેગર દ્વારા આખે આખી ટ્રક ભરીને દારૂ લાવવામાં આવી રહ્યો હતો. આ વખતે બૂટલેગરે દારૂ લાવવા માટે કચરાની ટ્રકનો ઉપયોગ કર્યો હતો. કચરાની ટ્રકમાં દારૂ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

(Surat) વલસાડ (Valsad) LCBની ટીમને મળેલી બાતમીના આધારે પારડીના (Pardi) રેટલાવ ગામમાં ભગીની સમાજ સ્કૂલની સામે એક ટ્રકને (Truck) અટકાવી ચેક કરતા ટ્રકમાંથી વેસ્ટ કચરાની (Waste) 170 ગુણની આડમાં સુરત તરફ લઈ જવાતો 636 દારૂની (Liquor ) પેટી 23,736 બોટલ દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ 41.89 લાખનો મુદ્દામાલ કબ્જે (Seize) કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ LCBની ટીમે પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસની ટીમને સોંપી છે.

ટ્રક ચાલક ગુરૂમીતસિંઘ બચ્ચનસિંઘની પોલીસે પૂછપરછ કરતા ઇન્દોરની થ્રી સ્ટાર ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ન. MP-09-HG-5282માં ઘઉંનો જથ્થો ભરી વાપી આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ કંપની સંચાલકે વાપીમાં ઘઉંનો જથ્થો ઉતાર્યા બાદ હાઈવેની એક હોટલમાં એક અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરાવી તેમનો સામાન દમણથી ભરીને જેતે જગ્યાએ પહોંચાડવા જણાવ્યું હતું. બીજા દિવસે દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસને ટ્રક ચાલકે ખોટા બિલો પણ રજૂ કર્યા હતા. પોલીસે દમણના 2 ઈસમો અને ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક મળી 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.

Most Popular

To Top