વડોદરા: નવા વર્ષના પ્રારંભ સાથે શહેરમાં ચાઇનીઝ દોરાના કારણે ગળુ કપાઇ જતા બે આશાસ્પદ યુવાનના મોત નિપજ્યા હતા. જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો. પંતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારી્ના ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને ચેકિંગના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઉત્તરાયણના તહેવારના લઇને પોલીસ કમિશન ડો. શમશેરસિંઘ દ્વારા ચાઇનીઝ દોરી અને ગુબ્બારાના વેચાણ પર પ્રતિંબંધ મુકતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યા હતા. પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા તેમના જાહેરનામાનો ઉલ્લંઘન કરીને બિન્દાસ્ત ચાઇનીઝ દોરાનું વેચાણ કરી રહ્યા છે. નવા વર્ષના પ્રારંભ સાથે દોરાના કારણે કપાઇ જવાના કારણે હોકી પ્લેયર સહિત બે યુવાનના મોત નિપજ્યા હતા.
જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો અને પતંગ અને દોરાનું વેચાણ કરતા વેપારીઓના દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસના ચેકિંગના પગલે વેપારીઓમાં એક તબક્કે ફફડાટ ફેલાયો છે. મંગળવારે પાણીગેટ પોલીસ બાવચાડમાંથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચાઇનીઝ દોરાની 111 રીલ કબજે લઇને જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચાઈનીઝ દોરીના અપમૃત્યુમાં રોકડ સહાયની માંગ
વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને જણાવ્યું હતું કે હજી ઉતરાયણને દસ દિવસ બાકી છે.ત્યારે જાહેરમાં પતંગ ચડાવવા કાચનો પાવડર ચડાવેલી માત્ર ચાઈનીઝ જ નહીં પણ તમામ પ્રકારની દોરીથી જાહેર રસ્તા ઉપર પડતાં નિર્દોષ મોટરસાયકલ સવાર બે યુવાનોના ગળામાં ઘસાઈને ગળું કપાઈ જતા બે યુવાનોએ જીવ ગુમાવ્યો હોય અને બે કુટુંબોના આધાર સ્તંભ જેવા કમાઉ દીકરા ગુમાવતા બે કુટુંબો નિરાધાર થઈ ગયા છે. લઆવા કાચનો પાવડર ચડાવેલી કોઈપણ પ્રકારની દોરી માત્ર નિર્દોષ લોકોને નહીં પણ પક્ષીઓના માથે પણ લટકતી તલવાર છે.
જીવલેણ કાચનો પાવડર અને કેમિકલ કલર ચડાવેલ આ દોરીથી પતંગ ચઢાવવાનો આનંદ લેનાર લોકોને છૂટો દોર મળતા નિર્દોષ નાગરિકોના ઘર ઉજાડે છે. કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાને લઈ આવા કાચ ચડાવેલા દોરાનો ઉપયોગ રોકી નહીં શકાતા નિર્દોષ અને આસપાસ યુવાનોના મોત માટે સરકાર રાહત આપે તેવી પણ માંગ છે. બે આશાસ્પદ અને કુટુંબના આધાર સ્તંભ નિર્દોષ યુવાનોના અપમૃત્યુ માટે તેમના કુટુંબીજનોને રોકડ રાહત જાહેર કરવાની માંગ કરી.