Dakshin Gujarat

દમણની બ્લુ મૂન હોટલમાં આવું કામ કરતા 5ને પોલીસે પકડ્યા

દમણ : દારૂના શોખીનો માટેના પ્રિય સ્થળ દમણની એક હોટલમાંથી પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે હોટલમાં રેઈડ કરી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. બિન્ધાસ્ત હોટલના રૂમમાં ચાલતા આવા ખેલથી પોલીસ આશ્ચ્ર્યમાં મુકાઈ હતી.

  • દમણની હોટલમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા 5ની ધરપકડ
  • બ્લુ મૂન હોટલમાં પોલીસે રેડ કરી હોટલ માલિક અને બે સ્ટાફની પણ ધરપકડ કરી

સંઘપ્રદેશ દમણની એક હોટલમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા પાંચ સટોડિયાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ૨ આરોપી, હોટલના માલિક સહિત હોટલના ૨ સ્ટાફ સભ્યની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના કડૈયા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, બ્લુ મૂન નામની હોટલના એક રૂમમાં કેટલાક શખ્સો ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. આ બાતમી મળતા જ પોલીસની એક ટીમ બુધવારે રાત્રે બ્લુ મૂન હોટલ પર છાપો માર્યો હતો.

હોટલના રૂમ નં.103માં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ વચ્ચે રમાઈ રહેલી આઇપીએલ મેચ પર મોબાઈલ ફોનની મદદથી સટ્ટો રમાડાઈ રહ્યો હતો. પોલીસે આ મામલે બે શખ્સને રંગે હાથ ઝડપી પૂછપરછ કરતા હોટલ બ્લ્યુ મૂનના ત્રણ સ્ટાફ કર્મી અને એક ઓપરેટર પણ તેમને સટ્ટો રમવા માટે રૂમ ભાડે આપતા હોવાનું જણાવ્યું હતું.

જેને લઇ પોલીસે સટ્ટો રમાડતા બે ઈસમ તથા હોટલ સંચાલક સહિત પાંચ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળેથી આરોપીઓ પાસેથી 10 મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા. પોલીસ ગુનો દાખલ કરી પાંચેય આરોપીને જેલમાં ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

સટ્ટો રમતા કોણ કોણ પકડાયું

  • પરમજીત સિંહ મનોજસિંહ (રહે. ૧૦૧, એપલ પાર્ક, ઝંડાચોક, વાપી)
  • રાજીવ પ્રકાશ શુક્લા (રહે. ૯૦૬, સનશાઈન બિલ્ડિંગ, મુક્તાનંદ માર્ગ, ચલા, વાપી)
  • કૃષ્ણચંદ શ્રીનિવાસ યાદવ (રહે. ૨૦૨, ઇન્દ્રપ્રાસ, મુક્તાનંદ માર્ગ, ચલા)
  • ઉસ્માનઅલી નન્હે અલી (રહે.૩૦૨, તારા ટેરેસ એપાર્ટમેન્ટ, ખારીવાડ, નાની દમણ0
  • લંકેશ ગણેશ ડોંગરે (રહે. ઈ-૩૦૧, મિથુનપાર્ક સોસાયટી, ચલા, વાપી)

Most Popular

To Top