છેલ્લા કેટલાક સમયથી સુરત ની પોલીસ માનનીય કમિશ્નર શ્રી ની આગેવાની હેઠળ ગંભીર ગુના નાં સજા પામેલા કેદી કે આરોપીઓ કે જે લાંબા સમય થી ફરાર હોય છે તેમને દેશ નાં કોઈ પણ ખૂણે થી પકડી લાવીને ફરી કારાવાસ ભેગા કરવા બાબતે પ્રશંશનીય કાર્ય બજાવી રહી છે. પણ તે સાથે જોઈએ તો કોઈ પણ ગુના વગર ગુમ થયેલા લોકો બાબતે ફરી તેમનાં પરિવાર ભેગા કરવાનાં કોઈ કરતા કોઈ સમાચાર વર્તમાનપત્રો માં કઈ નહીં તો આ ચર્ચાપત્રી નાં વાંચવામાં આવ્યા નથી. મારા વર્તુળ માં ત્રણ થી ચાર બનાવો આ પ્રકારનાં છે જે વર્ષો જૂના છે કે જેમાં એકાદ માં તો રાહ જોઈ જોઈ ને સંબંધિત ફરિયાદી પાત્ર પણ અવસાન પામ્યું હોય અને ગુમ થયેલા વ્યક્તિ ની આજ સુધી કોઈ માહિતી મળી નહીં હોય. જો આવા કોઈ કેસ માં વ્યક્તિ મળી આવ્યા નાં કોઈ સમાચાર મારા દ્વારા ચૂકાઈ ગયા હોય અને હું ખોટો પડીશ તો ખુશ થઈશ. આશા રાખીએ કે આ પ્રકારનાં સમાચારો પણ વાંચવા મળે.
નાનપુરા, સુરત – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમેરિકાનાં સાયકો પેશન્ટ અને આપણી વ્યવસ્થા
અમેરિકા સાયકો પેશન્ટથી પીડાઇ રહ્યો છે. ત્યાંની દરેક હોસ્પિટલોમાં જયારથી વિભકત કુટુંબમાં છૂટાં પડતાં સંતાનો લાગણીશૂન્ય થઈ રહ્યાં છે. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પલટાઇ રહી છે. વયસ્કોના શેલ્ટર હોમની જેમ હવે આ લોકો (સાયકો પેશન્ટ) માટે પણ શેલ્ટર હોમ ખોલવાં પડશે. વડીલો માટે સરકાર ખાસ કાળજી રાખે છે. નોકરી દરમિયાન વેતનમાંથી અમુક ટકા ફરજીયાત કાપી લેવામાં આવે છે તેને સોશ્યલ સિકયોરીટી ફંડમાં જમા કરવામાં આવે છે. આપણે ત્યાં નિવૃત્તો ઠેબે ચઢે છે. જેઓએ ભવિષ્યનું પ્લાનિંગ કર્યું હોય તેઓ બિન્ધાસ જીવે છે.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.