નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023ની (Global Meritime India Summit 2023) ત્રીજી આવૃત્તિનું ઉદ્ઘાટન (Innaugration) કર્યું છે. આજે સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા વિશ્વમાં ભારતની (Inida) અર્થવ્યવસ્થા (Economy) સતત મજબૂત થઈ રહી છે અને તે દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં એક બની જશે.
વડાપ્રધાને કહ્યું કે ઐતિહાસિક ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પ્રાદેશિક અને વૈશ્વિક વેપારમાં ક્રાંતિ લાવશે. તેમણે કહ્યું કે આર્થિક કોરિડોર અંગેનો નિર્ણય G20 નેતાઓની સમિટ દરમિયાન ભારતની પહેલને કારણે લેવામાં આવ્યો હતો અને ઉમેર્યું હતું કે તે લોજિસ્ટિક ખર્ચ ઘટાડવામાં મદદ કરશે, પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરશે અને મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી કરશે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત આગામી દાયકાઓમાં વિશ્વના ટોચના પાંચ જહાજ નિર્માણ રાષ્ટ્રોમાંનું એક બનવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારતનો મંત્ર છે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’. ભારત મેરીટાઇમ ક્લસ્ટર્સના વિકાસ દ્વારા વિશ્વના શિપબિલ્ડર્સને એકસાથે લાવવા માટે એક સંકલિત અભિગમ પર કામ કરી રહ્યું છે. સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત ભારતની ક્ષમતાનો પુરાવો છે.
આ સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર મેરીટાઇમ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે દેશમાં વિવિધ પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં દેશના મુખ્ય બંદરોની ક્ષમતા બમણી થઈ ગઈ છે. બંદરો પર કન્ટેનર જહાજોના ટર્ન-અરાઉન્ડ સમયમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે બંદરોની કનેક્ટિવિટી વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. સાગરમાલા પ્રોજેક્ટ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ગ્લોબલ લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતનું રેટિંગ છેલ્લા નવ વર્ષમાં સુધર્યું છે. પ્રધાનમંત્રીએ ‘અમૃત કાલ વિઝન 2047’નું પણ અનાવરણ કર્યું, જે ભારતીય દરિયાઈ વાદળી અર્થવ્યવસ્થા માટે એક બ્લુપ્રિન્ટ છે. આ ભાવિ યોજનાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને ભારતીય દરિયાઈ વાદળી અર્થવ્યવસ્થા માટે ‘અમૃત કાલ વિઝન 2047’ સાથે જોડાયેલી 23,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. સમિટ દેશના મેરીટાઇમ સેક્ટરમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.