નવી દિલ્હી: ડીપફેક (Deepfake) મુદ્દે મોદી સરકારે (Modi Goverment) કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ સાથે ડીપફેક મુદ્દા પર ચર્ચા કરશે અને જો પ્લેટફોર્મ આ અંગે પર્યાપ્ત પગલાં નહીં ભરે, તો તેમને IT એક્ટની ‘સેફ હાર્બર’ ઇમ્યુનિટી કલમ હેઠળ રક્ષણ મળશે નહીં. વિડિયોમાં વ્યક્તિના ચહેરા અથવા શરીરને ડિજિટલ રીતે બદલવાને ડીપફેક કહેવામાં આવે છે. મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બનેલા આ વીડિયો કોઈને પણ સરળતાથી છેતરી શકે છે.
જો કે સૌપ્રથમ સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. જે બાદ કેટરીના કૈફ, કાજોલ, સારા તેંદુલકર પણ ડીપફેકની શિકાર બની હતી. ત્યારે શુક્રવારે જ વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં ડીપફેક અને AI ટેક્નોલોજી પર ચિંતા વ્યક્ત કરી હતી. એટલું જ નહિ પીએમ મોદીએ પોતાનો એક કિસ્સો શેર કરતા કહ્યં હતું કે
અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં ડીપફેક મુદ્દે કંપનીઓને નોટિસ પાઠવી હતી અને પ્લેટફોર્મ્સે પણ જવાબ આપ્યો હતો. પરંતુ કંપનીઓએ આવી સામગ્રી સામે પગલાં લેવા માટે વધુ આક્રમક બનવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું. વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓ પગલાં લઈ રહ્યા છે, પરંતુ અમને લાગે છે કે હજુ ઘણા પગલાં ભરવાના છે અને અમે આગામી 3-4 દિવસમાં ટૂંક સમયમાં તમામ ફોરમની બેઠક યોજવાના છીએ. અમે તેમને આ અંગે વિચારણા કરવા માટે બોલાવીશું અને ખાતરી કરીશું કે પ્લેટફોર્મ તેને રોકવા માટે પૂરતું કરે છે (ડીપફેક્સ) અને તેમની સિસ્ટમ સાફ કરે છે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું મેટા અને ગૂગલ જેવા મોટા પ્લેટફોર્મને મીટિંગ માટે બોલાવવામાં આવશે, તો મંત્રીએ હકારમાં જવાબ આપ્યો.
વૈષ્ણવે એ પણ સ્પષ્ટ કર્યું કે પ્લેટફોર્મ હાલમાં IT એક્ટ હેઠળ જે ‘સેફ હાર્બર ઇમ્યુનિટી’નો આનંદ માણે છે તે લાગુ થશે નહીં જ્યાં સુધી તેઓ પર્યાપ્ત પગલાં નહીં લે. આ પહેલા શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલ ડીપ ફેક્સ મોટા સંકટનું કારણ બની શકે છે અને સમાજમાં અસંતોષ પેદા કરી શકે છે. તેમણે મીડિયાને તેના દુરુપયોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને શિક્ષિત કરવા વિનંતી કરી. તાજેતરમાં, અગ્રણી કલાકારોને નિશાન બનાવતા કેટલાક ડીપફેક વિડીયો વાયરલ થયા હતા, જેણે આક્રોશ ફેલાવ્યો હતો.