National

50માં વિજય દિવસે વડાપ્રધાને શહીદોને શ્રદ્ધાંજલિ આપી: ટ્વીટ કર્યું, ‘આપણે સાથે મળીને દમનકારીઓ સામે લડ્યા અને જીત્યા…’

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi)એ ગુરુવારે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાના જીવનની આહુતિ આપનારા ભારતીય સશસ્ત્ર દળના જવાનોની બહાદુરી અને બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર, પીએમ મોદીએ ટ્વિટ દ્વારા યાદ અપાવ્યું કે કેવી રીતે ભારતે સાથે મળીને દમનકારી શક્તિઓનો સામનો કર્યો અને જીત મેળવી. પીએ મોદીએ ટ્વીટ કર્યું, “50મા સ્વર્ણિમ વિજય દિવસ (Swarnim Vijay Diwas) પર, હું ભારતીય સશસ્ત્ર દળોના સ્વાતંત્ર્ય સેનાનીઓ, નાયકો અને બહાદુર સૈનિકોની બહાદુરી અને બલિદાનને યાદ કરું છું. અમે સાથે મળીને દમનકારી દળો સામે લડ્યા અને જીત્યા. ઢાકામાં રાષ્ટ્રપતિજીની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે. 

16 ડિસેમ્બર વિજય દિવસ( Vijay Diwas) એટલે શહીદ જવાનોને યાદ કરવાનો દિવસ છે. ગયા વર્ષે વડાપ્રધાન મોદી દ્વારા શહીદોની યાદમાં ચાર મશાલ પ્રગટાવવામાં આવી હતી અને આ ચાર મશાલને સમગ્ર દેશમાં સિયાચીનથી કન્યાકુમારી, આંદામાન અને નિકોબારથી લોંગેવાલા, કચ્છના રણ અને અગરતલા સુધી ફેરવવામાં આવી હતી. આ વર્ષે પણ પીએમ મોદી મશાલ સમારોહમાં ભાગ લીધો હતો અને શહીદોને નમન કર્યું હતું.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને ભારતના શૂરવીર શહીદ જવાનોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે સ્વર્ણિમ દિવસના અવસર પર આપણે આજે 1971ના યુદ્વ દરમિયાન આપણા સશસ્ત્ર દળોની હિંમત અને બલિદાનને યાદ કરીએ છીએ. યુદ્વ ભારતના સૈન્ય ઈતિહાસનો સુવર્ણ અધ્યાય છે. અમને અમારી સશસ્ત્ર દળ અને તેમની સિદ્વિ પર ગર્વ છે.

વડાપ્રધાને કહ્યું કે, 16 ડિસેમ્બર 1971ના ઐતિહાસિક વિજયનો દિવસ છે. જે દેશવાસીના મનમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ ભરે છે. આ દિવસને આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. 1971માં આ દિવસે જ ભારતે પાકિસ્તાન પર બીજી વાર વિજય મેળવ્યો હતો. અને બીજી તરફ નવા રાષ્ટ્રનું ઉદય થયો હતો જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. બાંગ્લાદેશ ને અલગ દેશનો દરજ્જો મળ્યાને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યાં પણ આજે વિજય દિવસને ‘બિજોય દિબોસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનનો વહીવટ કરવો આસાન નહોતો. તેઓની ભાષા, સંસ્કૃતિ, અને રહેણી-કરણી એકદમ અલગ હોવાથી સંઘર્ષ વ્યાજબી જ હતો. ભારતની મદદથી બાંગ્લાદેશને આ સંઘર્ષમાં સફળતા મળી હતી અને આઝાદી મળી ગઈ હતી.

Most Popular

To Top