National

માં કાલીનાં આશીર્વાદ ભારતની સાથે, એક ભારત – શ્રેષ્ઠ ભારતની ઘોષણા કરતી સંત પરંપરા: PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi) રવિવારે સ્વામી આત્મસ્થાનંદના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મા કાલી (Maa Kaali) વિશે પણ ચર્ચા કરી હતી. મા કાલી વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક વસ્તુ માતાની ચેતનામાં વ્યાપી છે. મા કાલીનો આશીર્વાદ હંમેશા દેશવાસીઓ પર રહે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્વામી રામકૃષ્ણ પરમહંસ એવા સંત હતા જેમને મા કાલીનું સ્પષ્ટ દર્શન હતું, જેમણે પોતાનું સમગ્ર જીવન મા કાલીનાં ચરણોમાં સમર્પિત કર્યું હતું. તે કહેતા – આ આખું જગત, આ ચલ-અચલ, બધું જ માતાની ચેતનાથી વ્યાપી ગયું છે. પીએમએ કહ્યું, આ ચેતના બંગાળની કાલી પૂજામાં દેખાય છે. આ જ ચેતના બંગાળ અને સમગ્ર ભારતની આસ્થામાં દેખાય છે અને જ્યારે શ્રદ્ધા એટલી શુદ્ધ હોય છે ત્યારે શક્તિ આપણને માર્ગદર્શન આપે છે. તેમણે કહ્યું કે, મા કાલીના અમર્યાદિત અને અસીમ આશીર્વાદ ભારત સાથે છે. આજે ભારત આ આધ્યાત્મિક ઉર્જા સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.

અમિત માલવિયાએ મહુઆ પર નિશાન સાધ્યું હતું
પીએમ મોદીના ભાષણ બાદ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ મહુઆ મોઈત્રા પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર ભારતને મા કાલીની ભક્તિનું કેન્દ્ર ગણાવે છે. બીજી તરફ ટીએમસીના સાંસદે મા કાલીનું અપમાન કર્યું છે. તેમના પર કાર્યવાહી કરવાને બદલે મમતા બેનર્જી તેમનો બચાવ કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે, સ્વામી આત્મસ્થાનંદની શતાબ્દીની ઉજવણી મારા માટે અંગત રીતે પણ ઘણી લાગણીઓ અને યાદોથી ભરેલી છે. મને હંમેશા સ્વામી આત્મસ્થાનંદ જીના આશીર્વાદ મળ્યા છે. આ મારું સદ્ભાગ્ય છે કે છેલ્લી ઘડી સુધી હું તેમની સાથે સંપર્કમાં રહ્યો. પીએમ મોદીએ કહ્યું, મને ખુશી છે કે તેમના જીવન અને મિશનને લોકો સુધી પહોંચાડવા માટે આજે બે મેમોરિયલ એડિશન, ચિત્ર બાયોગ્રાફી અને ડોક્યુમેન્ટરી પણ રિલીઝ કરવામાં આવી રહી છે.

એક ભારત – શ્રેષ્ઠ ભારતની ઘોષણા કરતી સંત પરંપરા
પીએમ મોદીએ કહ્યું કે, સેંકડો વર્ષ પહેલાના આદિ શંકરાચાર્ય હોય કે આધુનિક સમયમાં સ્વામી વિવેકાનંદ હોય, આપણી સંત પરંપરા હંમેશા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઘોષણા કરતી રહી છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના વિચાર સાથે જોડાયેલી છે. તમે દેશના કોઈપણ ભાગમાં જાઓ, તમને ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર મળશે જ્યાં વિવેકાનંદ ન રહ્યા હોય, અથવા તેમનાથી પ્રભાવિત ન હોય. તેમની યાત્રાઓએ ગુલામીના તે યુગમાં દેશને તેની પ્રાચીન રાષ્ટ્રીય ચેતનાનો અહેસાસ કરાવ્યો, તેનામાં નવો આત્મવિશ્વાસ ઉભો કર્યો.

Most Popular

To Top