વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના (Mumbai Traffic Police) વોટ્સએપ (Whatsapp) નંબર પર એક ઓડિયો મેસેજમાં વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે મહારાષ્ટ્રના વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર ઓડિયો મેસેજ દ્વારા મોકલવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીના નામે ધમકી મળ્યા બાદ હંગામો મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિએ એક નહીં પરંતુ સાત ઓડિયો ક્લિપ મોકલી છે. જેમાં વડાપ્રધાનની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની વાત સામે આવી છે.
જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના બે ઓપરેટિવ્સને પીએમ મોદીની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પીએમ મોદીને લઈ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઓડિયો મેસેજ બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તપાસમાં લાગી ગઈ છે.
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપ માટે અત્યાર સુધીમાં કુલ 7 મેસેજ મોકલવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ મેસેજ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. હીરાના વેપારીની પૂછપરછ કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે વોટ્સએપ મેસેજમાં એક ફોટો પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો જે વ્યક્તિના નામનો મળ્યો છે તે વ્યક્તિ એક હીરાના વેપારી સાથે કામ કરતો હતો. તેની શંકાસ્પદ પ્રવૃતિઓને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ અંડરવર્લ્ડ બહુ સક્રિય નથી. આવી સ્થિતિમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું અંડરવર્લ્ડ ફરી સક્રિય થયું છે. કારણ કે અગાઉ એપ્રિલ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈમાં NIA બ્રાન્ચમાં આ સંદર્ભે એક મેઈલ મળ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈ પોલીસે આ ધમકીભર્યા મેસેજની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. કારણ કે આ મામલો વડાપ્રધાન સાથે સંબંધિત છે.