અમદાવાદ : આજરોજ શૂક્રવારે (Friday) નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતમાં (Gujarat) એક દિવસની મુલાકાતે (visit) આવ્યા છે. જેમાં તે ગાંધીનગર (Gandhinagar) રાષ્ટ્રીય શિક્ષણિક અધિવેશન કાર્યક્રમ તથા અમદાવાદમાં (Ahmedabad) અમૃત આવાસોત્સવ જેવા વિવિધ કાર્યક્રમાોમાં હાજરી આપવાના છે.
નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે જેમાં પહેલા ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા પ્રાઈવેટ ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીએ શિક્ષકોની પ્રશંસા કરતા કહ્યુ કે, દેશના વિકાસમાં શિક્ષકોનો મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતના ડ્રોપઆઉટ રેટની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, એક સમયે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 40 ટકા હતો જે આજે ઘટીને 3 ટકા કરતા પણ ઓછો થઈ ગયો છે. જે ગુજરાતના શિક્ષકોનો સહયોગથી જ સંભવ થયું છે.
ગાંધીનગરમાં હાજરી આપી પીએમ અમદાવાદ પહોચ્યા
ગાંધીનગરમાં કાર્યક્રમાં હાજરી આપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત કર્ય હતું. પીએમ મોદી દ્વારા અમદાવાદમાં રૂ.1545ના કરોડના વિકાસના કામોનું ઓનલાઈન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.
લાભાર્થીઓને કહ્યું ભાવનગરાના ગાઠીયા ખાતા રહેજો
અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યુ હતું. આવાસોનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી લાભાર્થીઓ સાથે ઓનાલાઈન વીડિયો કોલના માધ્યમથી સંવાદ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ ભાવનગરના લાભાર્થીઓને કહ્યુ હતુ કે, તમે ભાવનગરના ગાંઠીયા ખાતા રહેજો.
આવાસના લોકાર્પણ બાદ પીએમ મોદીએ અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઔડા દ્વારા બનાવવામાં આવેલા વિવાદસ્પદ મુમુતપરા ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યુ હતું.
અમદાવાદમાં ઓનલાઈન લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ અમદાવાદ પાલડી ટાગોર હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, શહેરના ધારાસભ્યો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ચેરમેન, ડે.ચેરમેન, કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન હાજર રહ્યાં હતાં.
પીએમ મોદી દ્વારા અમદાવાદમાં રૂ.1545.47 કારોડના વિકાસના કામોમાં રૂ.1466.59 કરોડનું ખાતમૂર્હત અને 78.88 કરોડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમાં અમદાવાદજના બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 30 એમએલડીનો નવો એસટીપીના પ્લાન્ટનો પણ સમાવેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન બે કલાકનો સમય અનામત રાખ્યો હતો જેમાં તે રાજકીય ચર્ચા કરવા માતે પ્રદેશના નેતાઓ સાથે વાતચીત કરી હતી.