ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) અમલી બનાવેલા “PM ગતિ શક્તિ (Gati Shakti) નેશનલ (National) માસ્ટર પ્લાન”ના (Master plan) અમલીકરણ માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “આઝાદી @૭૫ : PM ગતિ શક્તિ ગુજરાત” અંતર્ગત યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે “PM ગતિ શક્તિ ગુજરાત” પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા તથા આ માસ્ટર પ્લાનના ઝડપી અમલીકરણ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે.
ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું
વડાપ્રધાન મોદીના સશક્ત માર્ગદર્શન અને દિશાનિર્દેશન હેઠળ રાજ્ય કક્ષાએ ગતિ શક્તિ પોર્ટલ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે એનો ગૌરવ સહ ઉલ્લેખ તેમણે કર્યો હતો. પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ફોકસ્ડ ટાર્ગેટેડ એક્શન પ્લાનના વિવિધ ક્ષેત્રે અમલથી ઇન્ફ્રાસ્ટ્રકચર લેન્ડ સ્કેપમાં મોટા પાયે પરિવર્તન લાવનારૂં રાજ્ય બન્યું છે.
નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો “PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન” ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ જણાવી પટેલે કહ્યું હતું કે આ પ્લાનથી માત્ર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જ નહીં પરંતુ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ પણ સુનિશ્વિત થશે. ગુજરાત તેની સાનુકૂળ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, વિશાળ સંભવિત બજાર, રાજકીય સ્થિરતા અને ભરોસાપાત્ર શાસન સાથે વૈશ્વિક વ્યાપાર માટે વિપુલ તકો પ્રદાન કરે છે ત્યારે રાજ્યમાં ઉપલબ્ધ તકોનું અન્વેષણ કરવા અને ગુજરાત અને ભારતની વૃદ્ધિમાં ભાગીદાર બનવા તેમણે આ સેમિનારમાં સહભાગી સૌને અનુરોધ કર્યો હતો.
.“પ્રવાસી પથ”ની નવતર પહેલ થકી 60 થી વધુ પ્રવાસી સ્થળો
તેમણે કહ્યુ હતું કે, “પ્રગતિપથ” યોજનામાં રાજ્યના છેડાને જોડતા 9 હાઇસ્પીડ કોરિડોરને પહોળા અને મજબૂત બનશે. કુલ રૂ.2488 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં કુલ 3710 કિમી લંબાઇના હાઇવે તૈયાર કરાશે. તેવી જ રીતે નગરપાલિકાઓ, શહેરી વિસ્તારો, શહેરો અને મોટાં શહેરોમાંથી પસાર થતા રાજ્યના માર્ગોનું આધુનિકીકરણ માટે “વિકાસ પથ” કાર્યક્રમ કાર્યરત છે. રાજ્યમાં “પ્રવાસી પથ”ની નવતર પહેલ થકી 60 થી વધુ પ્રવાસી સ્થળો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થતાં પ્રવાસન ઉદ્યોગ વધુ વેગવાન બન્યો છે. રૂ.2300 કરોડ કરતાં વધુના કેન્દ્રિત રોકાણો સાથે આ પહેલથી રાજ્યના 24 થી વધુ જિલ્લાઓને ફાયદો થયો છે.