વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે ફરી એકવાર અયોધ્યામાં (Ayodhya) રામલલાના દર્શન કર્યા. PMએ સાંજે સાત વાગ્યે રામલલાના દર્શન કર્યા હતા. આ પછી ભાજપના ઉમેદવારો લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો માં તેઓએ રામ રથમાં સવાર લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. રોડની બંને તરફ લોકોની લાંબી કતારો જય શ્રી રામ અને મોદી-મોદીના નારા લગાવી રહી હતી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના આગમનને પગલે અયોધ્યામાં ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. સાંજે રામલલાના દર્શન કર્યા બાદ તેઓએ રોડ શો કર્યો હતો. PM મોદી ખાસ રથ પર સવાર થઈને રામપથ પર રોડ શો કરવા નિકળ્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. સુગ્રીવ કિલાથી રોડશો શરૂ થયો હતો. લગભગ બે કિલોમીટર લાંબો રોડ શો લતા મંગેશકર ચોક ખાતે સમાપ્ત થયો હતો.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો રોડ માર્ગે રામજન્મભૂમિ જવા રવાના થયો હતો. રામ મંદિર પહોંચ્યા બાદ તેઓએ રામલલાના દરબારમાં દર્શન, આરતી અને પૂજા કરી કરી હતી. વડાપ્રધાન મોદીના મંદિર પહોંચ્યા પહેલા અને તેમના દર્શન કરી પાછા ફર્યા બાદ દર્શન રાબેતા મુજબ ચાલતા રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન મંદિરમાં સામાન્ય ભક્તો પણ હાજર હતા. આ પછી પીએમએ બે કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. રોડની બંને તરફ ભાજપના સમર્થકો અને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો મોદી જી રામ રામના બેનર લઈ રોડની બંને તરફ મોદીનું સ્વાગત કરવા ઉભા હતા.
રવિવારે રામનગરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને અયોધ્યાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમનો રોડ શો જોવા માટે અયોધ્યામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરક્ષા એજન્સીઓ તેમના કાર્યક્રમને લઈને ઘણી સતર્ક રહી હતી. રોડ શો બાદ PM એ ટ્વિટર પર ટ્વીટ કર્યું કે અયોધ્યાના લોકોનું દિલ પણ ભગવાન શ્રી રામ જેટલું જ મોટું છે.