પીટીઆઇ, મુંબઇ, તા. 2 : અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રેલ્વેએ કોરોના મહામારીને પગલે ઉનાળાની સીઝનમાં વધારે ભીડને ટાળવા મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના કેટલાક મહત્વપૂર્ણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે.
સીઆરના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતરે જણાવ્યું હતું કે, મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડી રોડ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દર અગાઉના દસ રૂપિયાના સ્થાને રૂ.50 કરવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ નવા દર 1 માર્ચથી લાગુ થયા છે. તેમજ આગામી 15 જૂન સુધી લાગુ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ઉનાળાની સીઝનમાં આ સ્ટેશનો પર વધારે ભીડ અટકાવવા લેવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઇમાં દૈનિક કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે.