સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી નાંખશે. પેન્ટાગોન કરતા પણ વિશાળ આ ઈમારતનું નિર્માણ હાલ અંતિમ તબક્કામાં છે. સુરત ડાયમંડ બુર્સ નામની આ ઈમારત પાછળ અહીંના હીરાઉદ્યોગકારો રૂપિયા 2600 કરોડ ખર્ચી નાંખ્યા છે. આ ઈમારતની અનેક ખાસિયત છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઈમારતમાં 13 મો માળ જ નથી. હા, નિર્માણકર્તાઓએ ઈમારતમાં 13મો માળ રાખ્યો જ નથી, જેથી લાખો-કરોડો ખર્ચીને ઓફિસ રાખતા લોકોને કોઈ અંધશ્રદ્ધા હેરાન નહીં કરે. વળી, આ 9 ઈમારતનું પરિસર એટલું વિશાળ છે કે અહીં એક મિની પ્લેન પાર્ક કરી શકાય છે.
2600 કરોડના ખર્ચે નિર્માણાધીન બુર્સના 15 માળની 9 બિલ્ડિંગમાં 4200 ઓફિસ, મુંબઈના બુર્સ કરતા બે ગણું મોટું..
બુર્સનું નિર્માણ ૨૬૦૦ કરોડથી વધુના ખર્ચે થયું છે. અહીં ૧૫ માળના ૯ બિલ્ડિંગમાં ૪૨૦૦ ઓફિસ બનાવવામાં આવી છે. દુબઈ એક્સ્પોમાં જે ઉદ્યોગકારોએ રસ દાખવ્યો છે તેને લઈને બુર્સ કમિટીની મીટિંગમાં નિર્ણય લેવાશે. ખજોદ ખાતે નવનિર્મિત હીરા બુર્સનું ઉદઘાટન થાય એ પહેલાં જ ઓફિસોના ભાવમાં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. કેમ્પસમાં કુલ 4200 ઓફિસ બનાવાઈ છે. જોકે મુંબઈ હીરાબુર્સ પ્રોજેક્ટ 10 વર્ષે પૂર્ણ થઈ શક્યો હોવાથી સુરત માટે પણ એવી જ ધારણા હતી. એની સામે 2017માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ કોરોનાકાળ વચ્ચે પણ સમયસર 3 વર્ષમાં તૈયાર થઈ જતાં વેપારીઓનો વિશ્વાસ વધ્યો છે. બીજી તરફ, મુંબઈ હીરા બુર્સમાં 2500 ઓફિસ છે, જેમાંથી અડધી સુરતના વેપારીઓની છે. 400 જેટલા લોકોએ ઓફિસ ખરીદવા અરજીઓ કરી છે. બીજી તરફ, દુબઈના 10થી વધુ રોકાણકારો સુરત બુર્સમાં ઓફિસ ખરીદવા આગળ આવ્યા છે.
સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો..
- સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થશે ત્યાર બાદ હીરાના ઉદ્યોગકારો મુંબઇથી સુરત આવશે
- ગેટથી ઓફિસ સુધી 3 મિનિટમાં પહોંચી શકાય એવું બુર્સનું માળખું
- બુર્સમાં 128 લિફ્ટ મુકવામા આવશે જેમાં 5 ટાવરમાં તો લિફ્ટની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
- રોજનું 9 મહાકાય ક્રેઈન દ્વારા 6 હજારથી વધુ કારીગરો દ્વારા કુલ 10 હજાર બેગ સિમેન્ટનો ઉપયોગ કરી ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
- આ 9 બિલ્ડીંગોના કોરીડોર એકમેકથી જોડાયેલા છે. જેના પેસેજમાં એક મીની પ્લેન પાર્ક કરી શકાય તેટલો મોટો કોરીડોર બનાવવામાં આવ્યો છે.
ડાયમંડ બુર્સના ગેટ થી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી શકાશે
અમેરિકાની સિક્યુરીટી સંસ્થા પેન્ટાગોન કરતાં પણ મોટા વિસ્તારમાં તૈયાર થઈ રહેલો ડાયમંડ બુર્સ 2020ની સુરત માટે સૌથી મોટી આશા છે. કુલ 66 લાખ ચો.ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી હીરા ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત થશે. અંતિમ તબક્કામાં પહોંચેલા બુર્સના બાંધકામ પંચતત્વ થીમ પર કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સના ગેટ થી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી જાય તેવું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલોપ કરવામાં આવ્યું છે. વધુમાં અત્યાર સુધીમાં 41 લાખ કિલો સ્ટીલ અને 1 કરોડ 12 લાખ ક્યુબિક ફીટ કોંક્રીટનો ઉપયોગ થયો છે તેમજ 6 લાખ સ્કે.ફૂટ ગ્રેનાઈટ તથા 3 લાખ સ્કે. ફૂટ ગ્લાસનુ કામ સંપૂર્ણ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં સુરત ડાયમંડ બુર્સ સુધી પહોંચવા માટે સુરતમાં મેટ્રોનું કામ શરૂ કરાયું છે. વરાછાથી સરસાણા સુધી પહેલાં ફેઝમાં મેટ્રો દોડશે.
સુરતનો 1.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને સીધો 2.50 લાખ કરોડ પર પહોંચશે
હીરા બુર્સ સુરતમાં ધમધમતુ થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી પૂર ઝડપે તેનું બાંધકામ થઈ રહ્યું છે. ત્યારે હીરા ઉદ્યોગ અગ્રણીઓના મતાનુસાર, ટ્રેડિંગ પર્પઝથી જે ઉદ્યોગકારો સુરતથી મુંબઈ સ્થળાંતર થયા છે. તે ફરી મુંબઈથી સુરત સ્થળાંતર થઈ જાય તેવી ખાતરી કરી છે. સુરતનો 1.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને સીધો 2.50 લાખ કરોડ પર પહોંચવાની સાથો-સાથ, 1 લાખ લોકોને સીધી રોજગારીનો લાભ મળશે. ટાવરના કેમ્પસની અંદર જ ફરવામાં આવે તો 22 કિમીનું અંતર થઇ જાય છે.
દુબઈના ઉદ્યોગકારોએ પણ સુરતના બુર્સમાં ઓફિસ ખરીદવા તૈયારી બતાવી છે
ડિસેમ્બરના અંતમાં આ બુર્સનો વિધીવત પ્રારંભ થશે તેવી માહિતી જાણ્યા પછી ભારતીય મૂળના 10 જેટલાં હીરા ઉદ્યોગકારોએ (Dubai Businessman want to buy office in Surat Diamond Burse) ઓફિસ માટે માંગણી કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. ૬૬ લાખ સ્કવેર ફુટમાં ખજોદમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સાકાર થઈ રહેલા સુરત ડાયમંડ બુર્સમાં ઈન્ટરનેશનલ બાયર્સ પોતાની ઓફિસો ધરાવી શકે તે માટે પૂછપરછ કરવામાં આવી હતી. જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન અને બુર્સ કમિટીના અગ્રણી દિનેશ નાવડિયા જણાવ્યું હતું કે, દુબઈની તાજ હોટેલમાં વિદેશી હીરા ઉદ્યોગકારોની હાજરીમાં ગુજરાતમાં મૂડી રોકાણ રોકાણની તક વિષય પર થયેલા પ્રેઝેન્ટેશનમાં સુરતમાં હીરા ઉદ્યોગ માટે સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ તૈયાર કરી હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. પ્રેઝન્ટેશન જોયા પછી ૧૦ થી વધુ ઉદ્યોગકારોએ સુરતના બુર્સમાં રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી છે.