વડોદરા: વડોદરાના વનવિભાગમાં આ વર્ષની ઉતરાયણ વખતે પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થયેલ અનેક કબૂતરો સારવાર હેઠળ હતા.જેમાં વનવિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓના સહયોગ અને કાળજીથી દરેક કબૂતર સાજા થઈને હવે ખુલ્લા આકાશમાં વિહરવા તૈયાર હતા. વડોદરા શહેરના માંજલપુર સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલના બાળકોએ વનવિભાગની મુલાકાત લીધી હતી. જ્યાં વનવિભાગના અધિકારીઓ દ્વારા તેમને વન વિભાગની કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી સાથે સમજ આપવામાં આવી હતી.
આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોએ પોતાની ફરજ માનીને અને માનવતા ખાતર ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની જાણકારી તરત જ અમારા ટોલ ફ્રી નંબર પર કરવી જોઈએ.જેથી કરીને અમારી રેસ્ક્યુ ટીમ જે તે સ્થળે પહોંચી શકે.અમારી રેસ્ક્યુ ટીમ ૨૪ કલાક કાર્યરત છે.મુલાકાતે આવેલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સારવાર બાદ મુક્ત કરાયેલ સામાજિક વનીકરણ વિભાગે ઉત્તરાયણ દરમ્યાન પક્ષીઓને બચાવવા માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા અનોખી પહેલ કરી.આ દરેક વિદ્યાર્થીઓ માટે જીવનભરનો આ બેસ્ટ અનુભવ હતો એમ તેમનું કહેવું હતું.
કારણ કે તેઓએ આ વર્ષના ઉત્તરાયણ તહેવાર દરમિયાન ઘાયલ કબૂતરોને આજે પોતાના હાથે જ છોડ્યા હતા.બાલ ભવન પાસે સામાજિક વનીકરણ હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવારથી લગભગ ૨૦ જેટલાં કબૂતરોને સંપૂર્ણ સાજા થયા બાદ છોડવામાં આવ્યા હતા.ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે સક્રિય પગલાં લેવા વિદ્યાર્થીઓ સાથે જાગૃત થવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.ઘાતક પતંગની દોરીના સંપર્કમાં આવ્યા બાદ કબૂતરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેઓને સરકારી કરૂણા અભિયાન હેઠળ સારવાર માટે વન વિભાગમાં લાવવામાં આવ્યા હતા. પશુ ચિકિત્સકો દ્વારા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.આ દરેક પક્ષીઓ સંપૂર્ણપણે સાજા થયા બાદ તેમના કુદરતી રહેઠાણમાં જવા અર્થે તેમને છોડવામાં આવ્યા હતા.