પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે પેટ્રોલ(Petrol) ડિઝલની કિંમતમાં સતત પાંચમા દિવસે વધારો થયો છે. સતત પાંચમાં દિવસના વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલ(diesel) ના ભાવમાં તફાવત માત્ર 9 રૂપિયા 70 પૈસા પ્રતિ લિટર થઈ ગયો છે, તે સ્પષ્ટ છે કે સામાન્ય લોકો પર ફુગાવાનો ભાર વધી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ (crude)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આગ લાગી છે. ગઈકાલથી બ્રેન્ટ ક્રૂડ 60 ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તાજેતરમાં 61 ડોલરની સપાટીન પાર થઇ છે. જે જાન્યુઆરી 2020 પછીનું વર્ષનું ઉચ્ચતમ સ્તર છે. નિષ્ણાતોએ આગાહી કરી છે કે ક્રૂડ ઓઇલમાં હજી વધુ વધારો થઈ શકે છે. જો આવું થાય તો ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે.
દિલ્હી(delhi) માં આજે પેટ્રોલ 30 પૈસા વધીને 88.44 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જે એક નવો રેકોર્ડ છે, મુંબઇમાં પણ પેટ્રોલ પ્રતિ લિટર 94.93 રૂપિયા પર પહોંચી ગયું છે, કોલકાતામાં આજે પેટ્રોલ 89.73 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 90.70 રૂપિયા છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પેટ્રોલના ભાવમાં 18 દિવસ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલમાં પ્રતિ લિટર 4.69 રૂપિયાનું મોંઘું થઈ ગયું છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલની કિંમત 83.71 રૂપિયા હતી, આજે તે પ્રતિ લિટર 88.44 રૂપિયા છે. આવી જ રીતે 1 જાન્યુઆરીથી આજકાલ સુધીમાં ડીઝલ 4.59 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિઝલનો ભાવ પ્રતિ લિટર 73.87 રૂપિયા હતો, આજે તે 78.74 રૂપિયા છે.