રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (War) કારણે ક્રૂડ-ઓઇલના (Crude Oil) ભાવમાં ભડકો થયો છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ આઇલના ભાવ વધીને પ્રતિ બેરલ 110 ડોલર પર પહોંચી ગયો છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઈઈએ)એ દુનિયામાં ઊર્જા સંકટ વધવાની ચેતવણી આપી છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે રશિયાથી ક્રૂડ-ઓઇલની સપ્લાય પર અસર પડી છે. જેના કારણે ક્રૂડના ભાવ 2014 બાદ સૌથી ઉચ્ચ સ્થાને પહોંચી ગયા છે. આનાથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) ભાવ પ્રતિ લીટર રૂપિયા 25 સુધી વધી શકે છે. ગ્લોબલ ફર્મ ગોલ્ડમેન સૈશ, મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગને ક્રૂડ-ઓઇલના ભાવ પર ભવિષ્ય વાણી કરી છે. આ એજન્સીઓના કહેવા મુજબ, ક્રૂડ-ઓઇલના ભાવ થોડા સમયમાં જ પ્રતિ બેરલ 150 ડોલરને પણ પાર કરી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની સૌથી વધુ અસર ઓઇલ ઉત્પાદન પર પડતી હોય તેવું જણાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ-ઓઇલના ભાવમાં ભડકો થયો છે. લગભગ 8 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ઉત્પાદનના ભાવ ટોચ પર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલની કિંમત ત્રણ ગણા જેટલી વઘી છે. હાલમાં તે વધીને 117 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ક્રૂડના ભાવમાં વધારાથી ભારતીયોની ચિંતા વધી છે. ગ્લોબલ ફર્મ ગોલ્ડમેન સૈશ, મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગને ક્રૂડ-ઓઇલના ભાવ પર ભવિષ્ય વાણી કરી છે. આ એજન્સીઓના કહેવા મુજબ, ક્રૂડ-ઓઇલના ભાવ થોડા સમયમાં જ પ્રતિ બેરલ 150 ડોલરને પણ પાર કરી શકે છે.
સતત 4 મહિનાથી બેંટ ક્રુડનાં ભાવમાં વધારો
વર્ષ 2022 ની શરૂઆત થતાં જ તેલ ઉત્પાદનની કિંમતમાં ઝડપી વઘારો જોવા મળ્યો હતો. ગયા ગુરુવારે જ બેંટ ક્રુડનો ભાવ 2014 પછી પ્રથમ વખત 100 ડોલર પ્રતિ બેરલ થયો હતો. સતત ચાર મહિનાઓથી તેના ભાવમાં વધારો થતો જાવા મળી રહ્યો છે. ક્રુડ ઓઇલના ભાવ જોઇએ તો ડિસેમ્બરમાં 10.22%, જાન્યુઆરીમાં 17%, ફેબ્રુઆરીમાં 10.7% અને માર્ચથી હમણા સુધી 16% જેટલુ વધુ થયું છે. મળતી માહિતી મુજબ ગુરુવારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં 7 માર્ચે ચૂંટણીનો અંતિમ તબક્કો છે. તેના પછી તરત જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આ જાહેરાત બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વીજળી અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરી શકે છે.
ત્રણ મહિનાથી એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ સુધારો નહી
તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે સીધી રીતે સંકળાયેલા સ્થાનિક ઈંધણના ભાવ ગયા વર્ષના નવેમ્બરથી સ્થિર છે. સામાન્ય લોકો પરનો બોજ ઓછો કરવા માટે, કેન્દ્ર સરકારે 4 નવેમ્બર, 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કર્યો હતો. ત્યારથી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રણ મહિનાથી વધુ સમય સુધી કોઈ સુધારો થયો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, જેઓ મળીને સ્થાનિક બજારના 90 ટકાથી વધુને નિયંત્રિત કરે છે તેઓ ત્રણ મહિનાથી વધુ સમયથી ભાવ વધારાને નિયંત્રિત રાખી રહ્યાં છે.