વડોદરા : પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા ના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ મેદાને પડયું હતું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિધાનસભા વિસ્તાર મુજબ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા કોંગ્રેસે બેનર પોસ્ટર સાથે રેલી કાઢી ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિરોધ નોંધાવી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી. મોંઘવારી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડોદરા શહેરના અકોટા, સયાજીગંજ, માંજલપુર, રાવપુરા અને વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારમાં એક જ સમયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કોંગ્રેસે વિરોધ સાથે જણાવ્યું હતું કે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્યંત અસંવેદનશીલ મોદી સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયોથી પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. જેથી મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગેસ સિલીન્ડર, બાઈક, ખાલી પેટ્રોલ-ડીઝલના ડ્રમ વગેરેને પુષ્પાંજલિ સહિતના કાર્યકમો યોજવામાં આવ્યા છે.અને મોંઘવારી કાબુમાં નહિ આવે તો આવનાર સમયમાં ભારે વિરોધ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવવધારા વિરુદ્ધ કોંગ્રેસે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
By
Posted on